વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારંભ પહેલા બિહાર સરકારે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ(આરએસએસ) સહિત અલગ અલગ સંગઠનોની આંતરિક તપાસ માટે એક ગુપ્ત પત્ર જાહેર કર્યો હતો. જાસૂસી વિભાગના આ પત્રમાં બિહાર પોલીસની સ્પશિયલ બ્રાંચના તમામ અધિકારીઓ પાસેથી આરએસએસ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતના વિવિધ સંગઠનોના નેતાઓનાં નામ, સરનામા, પદ અને વ્યવસાય સહિતની જાણકારી માંગી હતી.
આ પત્રમાં પ્રદેશના આરએસએસના પદાધિકારીઓ અને 17 સહાયક સંગઠોનીની વિસ્તૃત માહિતી મેળવવાનો આદેશ કરાયો હતો. આ અંગે એક જ અઠવાડિયામાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું હતું. આ ગુપ્ત પત્રની નકલ બિહાર પોલીસના સ્પેશિયલ બ્રાંચના એડીજી, આઈડી અને ડીઆઈડીને મોકલવામાં આવી હતી.
જે દળો વિશે માહિતી માંગવામાં આવી હતી તેમાં આરએસએસ ઉપરાંત વીએચપી, બજરંગ દળ, હિન્દુ જાગરણ સમિતિ, હિન્દુ રાષ્ટ્ર સેના, ધર્મ જાગરણ સમિતિ, રાષ્ટ્રીય સેવિકા સમિતિ, દુર્ગા વાહિની સ્વદેશી જાગરણ મંચ, શિખા ભરતી, ભારતીય કિસાન સંઘ, હિન્દુ મહાસભા, હિન્દુ યુવા વાહિની સહિત 19 સંગઠનો સામેલ છે.
વિપક્ષના નિશાના પર સરકાર
આ પત્ર વાયરલ થયા બાદ તેના પર રાજકારણ શરૂં થઈ ગયું છે. આરજેડીના ધારસભ્ય ભાઈ વિરેન્દ્રએ એનડીએ સરકારને ટોણો મારતા કહ્યુ કે આ લોકો (બીજેપી-જેડીયૂ)ના કજોડા લગ્ન છે, જે બહુ ઝડપથી તૂટી જશે. એટલું જ નહીં તેમણે એવું પણ કહ્યું કે નીતિશ કુમાર કેન્દ્રીય મંત્રીમંડળમાં પોતાના પાર્ટીના સભ્યોને સ્થાન નહીં મળવાનો બદલો લઈ રહ્યા છે.
આ મામલામાં બીજેપી ધારાસભ્ય સંજય સરાવગીએ સરકારના આવા પગલાંનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે આરએસએસ એક એવું સંગઠને છે જે દેશ માટે કામ કરે છે. જોકે, તેમણે એવું પણ કહ્યું કે મેં આ પત્ર જોયો નથી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર