Home /News /national-international /

નીતિશ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ફોર્મ્યુલા નક્કી, કાલે 31 મંત્રી શપશ લેશે

નીતિશ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ફોર્મ્યુલા નક્કી, કાલે 31 મંત્રી શપશ લેશે

મંગળવારે બિહારની નવી સરકારની કેબિનેટનું વિસ્તરણ

મંગળવારે બિહારની નવી સરકારની કેબિનેટનું વિસ્તરણ થશે. બપોરે 11.30 કલાકે નવા મંત્રી શપથ લેશે.

    પટના: મંગળવારે બિહારની નવી સરકારની કેબિનેટનું વિસ્તરણ થશે. બપોરે 11.30 કલાકે નવા મંત્રી શપથ લેશે. અવધ બિહારી ચૌધરીને સ્પીકર બનાવવામાં આવી શકે છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજભવન પાસે સમય માંગ્યો છે. આ પહેલા સીએમ નીતિશ કુમાર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ વચ્ચે સોમવારે લાંબી ચર્ચા થઇ હતી. સાથે જ મહાગઠબંધનની ત્રણ મોટી પાર્ટીએ મંત્રીઓના નામ નક્કી કરી લીધા છે. મંત્રીમંડળમાં આરજેડીના સભ્યો વધુ હશે, જે બાદ જેડીયુ અને કોંગ્રેસના નેતાઓ હશે. મંત્રીઓના નામની સંભવિત યાદી સામે આવી છે. જેમાં કુલ મળીને 31 મંત્રી હશે.

    મંત્રીમંડળમાં આરજેડીના 15 મંત્રી હશે. સીએમ નીતિશ કુમારની પાર્ટી જેડીયુના 12 લોકોને મંત્રી બનાવવામાં આવી શકે છે. બિહારમાં મહાગઠબંધનની નવી સરકારમાં કુલ સાત પાર્ટી સામેલ છે. જેડીયુ અને આરજેડી સિવાય કોંગ્રેસ અને જીતન રામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાન આવામ મોર્ચા મંત્રીમંડળમાં સામેલ થશે.

    મળતી માહિતી અનુસાર, કેબિનેટના તમામ મંત્રીના શપથ એક સાથે યોજાશે નહીં. આરજેડીના 15, જેડીયુના 12, કોંગ્રેસના 2, હમના 1, અપક્ષના 1 મંત્રી નક્કી મનાય છે. શપથગ્રહણ માટેના સંભવિત મંત્રીઓને તેમની પાર્ટી દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે. સાથે જ શપથગ્રહણ માટેની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે.

    આ પણ વાંચો: ભારતમાં ખાસ ઓમિક્રોન માટે આવશે વેક્સિન, ચાલી રહ્યું છે કામ

    સંભવિત મંત્રીઓના નામ

    આરજેડી : તેજ પ્રતાપ યાદવ, સુધાકર સિંહ, આલોક મહેતા, અનિતા દેવી, ચંદ્રશેખર યાદવ, સુરેન્દ્ર યાદવ, સર્વજીત પાસવાન, સમીર મહાસેઠ, માસ્ટર કાર્તિકેય સિંહ, શાહનવાજ આલમ, ભરત ભૂષણ મંડળ, અખ્તરુલ ઇમાન શાહીન

    જેડીયુ: વિજય ચૌધરી, બિજેન્દ્ર પ્રસાદ યાદવ, શ્રવણ કુમાર, લેશી સિંહ, મદન સહની, જમા ખા, સુનીલ કુમાર, સંજય ઝા

    કોંગ્રેસ: શકીલ અહમદ ખાન, મુરારી પ્રસાદ ગૌતમ
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: National news, Nitish Kumar, Politics News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन