પટના. બિહાર (Bihar)માં કોરોના સંકટ (Corona Second Wave)ને ધ્યાને લઈ 15 મે સુધી લૉકડાઉન (Bihar Lockdown) લાગુ કરવામાં આવ્યું છે. સરકારના તમામ દાવાઓ છતાંય બિહારમાં કોરોનાના પ્રસાર પર નિયંત્રણ નહોતું થઈ રહ્યું. આ કારણે નીતીશ કુમાર સરકારે લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તેને લઈને મુખ્યમંત્રી નીતીશ કુમાર (Bihar CM Nitish Kumar)એ ટ્વીટ કર્યું છે.
મુખ્યમંત્રી નીતીશ કુમારે ટ્વીટ કરીને લખ્યું કે, કાલે સહયોગી મંત્રીગણ અને પદાધિકારીઓ સાથે ચર્ચા બાદ બિહારમાં હાલ 15 મે, 2021 સુધી લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની વિસ્તૃત માર્ગદર્શિકા તથા અન્ય ગતિવિધિઓના સંબંધમાં આજે જ ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપ (Crisis Management Group) ને કાર્યવાહી કરવા હેતુ નિર્દેશ આપવામાં આવ્યા છે.
कल सहयोगी मंत्रीगण एवं पदाधिकारियों के साथ चर्चा के बाद बिहार में फिलहाल 15 मई, 2021 तक लाॅकडाउन लागू करने का निर्णय लिया गया। इसके विस्तृत मार्गनिर्देशिका एवं अन्य गतिविधियों के संबंध में आज ही आपदा प्रबंधन समूह (Crisis management Group) को कार्रवाई करने हेतू निदेश दिया गया है।
બિહારમાં કોરોનાથી થનારા મોતની સંખ્યામાં પણ સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. એવામાં અનેક સમૂહો તથા સંગઠનોથી બિહારમાં લૉકડાઉનની માંગ ઊભી થઈ રહી હતી. સોમવારે તો પટના હાઈકોર્ટે પણ સરકારને પૂછ્યું હતું કે બિહારમાં ક્યારે લૉકડાઉન લાગુ કરવામાં આવશે? જ્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ રાજ્યમાં લૉકડાઉન લાગુ કરવાની માંગ કરી હતી. આ પરિસ્થિતિ વચ્ચે લૉકડાઉન પર નિર્ણય લેવાની શક્યતા હતી.
નોંધનીય છે કે, પટના હાઇકોર્ટે પણ બિહારમાં કોરોના સંક્રમણના કારણે બગડતી સ્થિતિ પર પોતાની નારાજગી વ્યક્તિ કરી હતી. સોમવારે જસ્ટિસ ચક્રધારી શરણ સિંહ અને જસ્ટિસ મોહિત કુમાર શાહની બેન્ચે બિહાર સરકારને પૂછ્યું હતું કે બિહારમાં લૉકડાઉન લાગુ કરવાની શું તૈયારી છે. ક્યાં સુધીમાં રાજ્યમાં પૂર્ણ લૉકડાઉન લાગુ કરવામાં આવશે. હાઈકોર્ટે સુનાવણી કરતાં સરકારની સિસ્ટમને નિષ્ફળ ગણાવી હતી. સાથોસાથ રાજ્ય સરકારને આ મામલા પર મંગળવાર એટલે કે આજે જવાબ આપવા માટે કહ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર