અમે સારું કામ નહીં કર્યું હોય તો જ બીજાને મોકો મળશે: નીતિન ગડકરી

News18 Gujarati
Updated: April 6, 2019, 7:57 PM IST
અમે સારું કામ નહીં કર્યું હોય તો જ બીજાને મોકો મળશે: નીતિન ગડકરી
અમે સારું કામ નહીં કર્યું હોય તો જ બીજાને મોકો મળશે: નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભા ચૂંટણીને લઇને મોટું નિવેદન આપ્યું છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભા ચૂંટણીને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, જો અમારી સરકારે સારું કામ નહીં કર્યું હોય તો જ બીજાને મોકો મળશે. તેમણે મતદારોને કહ્યું કે, વોટ નાંખતા સમયે સરકારે પાંચ વર્ષમાં કરેલા કામોને ધ્યાનમાં રાખીને જ મતદાન કરવું જોઇએ.

ગડકરીએ કહ્યું કે, આ વખતની લોકસભાની ચૂંટણીમાં સરકારની પરીક્ષા છે. સત્તામાં જે સરકાર હોય છે તેને ચૂંટણીમાં કામના આધારે જ જોવામાં આવે છે. જો મતદારોને લાગે છે કે સરકારે આ પાંચ વર્ષમાં સારું કામ કર્યું છે તો તેને સત્તામાં આવવાનો બીજો મોકો આપવો જોઇએ. પરંતુ જો તેમને લાગે છે કે સરકારનું કામ સંતોષકારક નહોતું તો બીજાને મોકો મળે છે.

જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે છેલ્લા પાંચ વર્ષમાં કરેલા કામોના આધારે ચૂંટણી મેદાને છે. આ વખતના બજેટમાં પણ મોદી સરકારની તરફથી પ્રયાસ કરવામાં આવ્યો છે કે, દરેક સેક્ટરના લોકોને આર્થિક રીતે મજબૂત કરવાનો પ્રયાસ થાય. વાત ઇનકમ ટેક્સની હોય અથવા પછી ખેડૂતોના ખાતામાં સીધા નાણાં ટ્રાન્સફર કરવાની યોજના હોય.

થોડા દિવસો અગાઉ જ ન્યૂઝ18ને આપેલા એક વિશેષ ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, આગામી 2019ની લોકસભા ચૂંટણીમાં અમારી જીત સુનિશ્ચિત છે. અમે દેશમાં 300થી વધુ સીટ જીતીશું. તેમણે કહ્યું કે, અમે વિકાસના મુદ્દે લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. ચોકીદાર અમારો મૂળ મુદ્દો નથી, આ ચૂંટણી દરમિયાન આવ્યું છે. વિકાસ જ ચૂંટણીનો મૂળ મુદ્દો છે.

આ પણ વાંચો: અમદાવાદ: અમિત શાહનો આજનો બીજો રોડ શો શરૂ, જાણો - રાણીપથી નીકળી કયા રૂટ પર ફરશે

કોંગ્રેસ મુક્ત ભારત વિશે ગડકરીએ કહ્યું કે, ભાજપે ક્યારેય કોંગ્રેસ મુક્ત ભારત કહ્યું નથી. અમે વિપક્ષી પાર્ટી ઇચ્છીએ છીએ, પરંતુ અમને કોંગ્રેસ વિચારધારા મુક્ત ભારત જોઇએ. પાર્ટી બે લોકો ચલાવે છે તેવા આરોપ અંગે ગડકરીએ કહ્યું કે, અમારી પાર્ટી વ્યક્તિ આધાર્તિ પાર્ટી ક્યારેય રહી નથી. વિપક્ષી પાર્ટી આ આરોપ લગાવી રહ્યાં છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ માત્ર બે વ્યક્તિ મળીને પાર્ટી ચલાવી રહ્યાં છે. અમારી પાર્ટીમાં બધાની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી નિર્ણય લેવામાં આવે છે. વિપક્ષી પાર્ટીઓનો આ આરોપ ખોટો છે. 
First published: April 6, 2019
વધુ વાંચો
अगली ख़बर