પેટ્રોલ કે ડીઝલ વાહનો બંધ કરવાનો સરકારનો કોઈ ઈરાદો નથી : કેન્દ્રીય મંત્રી ગડકરી

News18 Gujarati
Updated: September 5, 2019, 1:43 PM IST
પેટ્રોલ કે ડીઝલ વાહનો બંધ કરવાનો સરકારનો કોઈ ઈરાદો નથી : કેન્દ્રીય મંત્રી ગડકરી
પ્રતિકાત્મક તસવીર

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરી ( Nitin Gadkari, Minister of Road Transport & Highways) એ સ્પષ્ટતા કરી છે કે સરકારનો પેટ્રોલ અને ડીઝલની ગાડીઓ પર પ્રતિબંધ લગાવવાનો કોઈ ઈરાદો નથી.

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ પેટ્રોલ અને ડીઝલ વાહનોને લઈને મોટું નિવેદન આપ્યું છે. મંત્રીએ કહ્યું કે મંત્રાલયને ભલામણ મળી હતી કે પેટ્રોલ અને ડીઝલની ગાડીઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે. હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે પેટ્રોલ-ડીઝલની ગાડીઓ પર પ્રતિબંધ મૂકવાનો સરકારનો કોઈ ઇરાદો નથી. સરકાર આવું કંઈ નથી કરી રહી. પરંતુ પ્રદૂષણને ઘટાડવું અમારી પ્રાથમિકતા છે. BS-6 વાહનોને કારણે પ્રદૂષણ ઓછું થશે. આ સમાચાર પછી ઑટો કંપનીઓમાં જોરદાર તેજી જોવા મળી છે.

શું મામલો છે?

હાલ ઑટો સેક્ટરમાં મંદી ચાલી રહી છે. આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલ ગાડીઓ પર પ્રતિબંધ લગાવવાના સમાચારો સામે આવ્યા છે. હકીકતમાં નીતિ આયોગે પ્રસ્તાવ આપ્યો હતો કે ત્રણ પૈંડા વાળા વાહનોને 2023 અને 150થી ઓછી ક્ષમતા વાળા વાહનોને 2025 સુધી રસ્તા પરથી હટાવીને તેની જગ્યાએ ઇલેક્ટ્રિક વાહનો લાવવામાં આવે. નીતિ આયોગના આ પ્રસ્તાવની ઑટોમોબાઇલ સેક્ટરમાં ખૂબ ટીકા થઈ હતી.

નીતિન ગડકરીએ કહ્યુ કે સરકાર આગામી ત્રણ મહિનામાં પાંચ લાખ કરોડના રોડ બાંધકામના કોન્ટ્રાક્ટ આપી રહી છે. આમાંથી 68 પ્રોજેક્ટ નક્કી થઈ ગયા છે. જેનો ફાયદો કન્સ્ટ્રક્શન અને ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને મળશે. તેમણે કહ્યું કે પ્રદૂષણ પર નિયંત્રણ અમારી પ્રાથમિકતા છે. આ માટે ઑટો સેક્ટરમાં BS 4 પછી BS 6 નિયમ લાગૂ કરવામાં આવી રહ્યો છે.

ઑટો મોબાઈલ સેક્ટરની સૌથી મોટી સમસ્યા ધીરાણ છે. સરકાર આ સમસ્યાનું સમાધાન લાવી રહી છે. વૈશ્વિક મંદી અને માંગ-પૂરવઠાની અસમાનતાને કારણે ઑટો મોબાઇલ સેક્ટર મંદી સામે લડી રહ્યું છે. સરકાર હંમેશા આ સેક્ટરની પડખે ઉભી છે. નાણા મંત્રાલય આ સંકટનું સમાધાન લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચાર મહિનામાં આ સેક્ટર ફરીથી સારી સ્થિતિમાં આવી જશે.

મોટર વ્હીકલ સંશોધન કાનૂન પર નીતિન ગડકરીએ કહ્યુ કે 20 રાજ્યના પરિવહન મંત્રીની સમિતિ કે જેમાં સાત રાજકીય પાર્ટીની સરકાર હતી, તેમની ભલામણ પછી જ આ બિલને તૈયાર કરવામાં આવ્યં છે. જોઈન્ટ સિલેક્શન કમિટિ અને સ્ટેન્ડિંગ કમિટિ પાસે પણ આ બિલ ગયું હતું, તેના સૂચનોને પણ ધ્યાનમાં લેવાયા બાદ આ બિલ સંસદમાં પસાર કરાયું હતું.

નીતિન ગડકરીનું કહેવું છે કે દેશમાં પાંચ લાખ રોડ અકસ્માત થાય છે. જેમાં દોઢ લાખ લોકોનો જીવ જાય છે. મૃતકોમાં 60 ટકા લોકો 18થી 35ની વચ્ચેની વયના હોય છે. શું આ લોકોનો જીવ ન બચવો જોઈએ? કાયદા પ્રત્યે સન્માન અને ડર ન હોય એવી સ્થિતિ સારી નથી. સરકારની એવી મહત્વકાંક્ષા નથી કે વધારે દંડ લગાવવામાં આવે પરંતુ લોકો એવી સ્થિતિ જ ઉભી ન કરે કે દંડ ભરવો પડે.
First published: September 5, 2019, 1:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading