નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) વ્યસ્ત શિડ્યુલ છતા શુક્રવારે અચાનક વચ્ચે રમકડાની દુકાને પહોંચી ગયા હતા. આ દરમિયાન નીતિન ગડકરી રમકડાની દુકાન (Nitin Gadkari in Hamleys Toy Store)માં વિવિધ પ્રકારના રમકડાંને જોઇને તેની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા. ગડકરીએ રમકડાની દુકાનમાં ઘણો સમય પસાર કર્યો હતો.
નીતિન ગડકરી હેમલીના સ્ટોર (Hamley’s Store) પર પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નીતિન ગડકરી પોતાના દોહિત્ર માટે સરપ્રાઈઝ ગિફ્ટ (Gadkari buys toys for his grandson) લેવા માટે રમકડાની દુકાને પહોંચ્યા હતા. અચાનક મંત્રીજીને સ્ટોરમાં જોતા લોકો પણ ચોંકી ગયા હતા.
પૌત્ર માટે ગડકરીએ ખરીદી ગીફ્ટ
નીતિન ગડકરી રમકડાની દુકાન હેમલીના સ્ટોર પર પહોંચ્યા તો ત્યાં મેનેજર તેમને અલગ અલગ રમકડા વિશે જણાવતા જોવા મળ્યા હતા. તસવીરોમાં નીતિન ગડકરી રમકડાં વિશે માહિતી લેતા જોઇ શકાય છે. રમકડાની દુકાનમાંથી તેમણે પોતાના પૌત્ર માટે સરપ્રાઈઝ ગીફ્ટ લીધી હતી.
યુકેની ટોય બ્રાન્ડ છે હેમલી
ઉલ્લેખનીય છે કે, હેમ્લીઝ સ્ટોર યુનાઇટેડ કિંગડમની પ્રખ્યાત રમકડાની બ્રાન્ડ છે. તે ભારતમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ દ્વારા ચલાવવામાં આવે છે. પોતાના પોર્ટફોલિયોનો વિસ્તાર કરતાં રિલાયન્સે ટોય માર્કેટમાં પોતાનું વર્ચસ્વ વધાર્યું છે. હેમલીનો સ્ટોર 15થી વધુ દેશોમાં છે. ભારતમાં હેમલીના સ્ટોરની મોટી ચેન પણ છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે, 3-4 વર્ષ પહેલા ભારતમાં 85 ટકા રમકડાંની આયાત થતી હતી. જોકે હવે રમકડાંનું ઉત્પાદન અને નિકાસ મોટા પાયે ભારતમાં થાય છે. અમેરિકા, જાપાન, યુરોપ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના બાળકો ભારતમાં બનેલા રમકડાંથી રમે છે.
2021-22માં કરી હતી રૂ.2682 કરોડની નિકાસ
ભારતે નાણાકીય વર્ષ 2021-22માં 326 મિલિયન ડોલર એટલે કે લગભગ 2682.5 કરોડ રૂપિયાના રમકડાંની નિકાસ કરી હતી. જે નાણાકીય વર્ષ 2018-19માં 20.2 કરોડ ડોલર એટલે કે લગભગ 1662 કરોડ રૂપિયાથી ઘણી વધારે છે. ભારતના રમકડાની નિકાસ ઝડપથી વધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર