કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ વડાપ્રધાન પદનો દોડમાં સામેલ નથી. તેઓએ કહ્યું કે ન તો વડાપ્રધાન બનવાની તેમની ઈચ્છા છે અને ન તો આરએસએસે તેમના માટે કંઈ એવું વિચાર્યું છે. મૂળે, છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર એવી કયાસ લગાવવામાં આવી રહ્યા હતા કે જો ભાજપને આગામી સંસદીય ચૂંટણીમાં પૂર્ણ બહુમત નહીં મળે તો ગડકરીને પીએમ બનાવવામાં આવી શકે છે. જોકે, ગડકરીએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ આ દોડમાં સામેલ નથી અને તેઓ માત્ર કામ કરવા માંગે છે.
ગડકરીએ કહ્યું કે, ન તો મેં કોઈ કેલકુલેશન કર્યું છે અને ન તો ક્યારેય કોઈ લક્ષ્ય બનાવ્યું. જ્યાં રસ્તો હતો હું ચાલતો રહ્યો, જે કામ દેખાયું તેને કરતો રહ્યો. તેઓએ વધુમાં કહ્યું કે, સમગ્ર પાર્ટી મોદીજીની સાથે ઊભી છે. જે કામ અમે કર્યું છે તેને જોતાં મને લાગે છે કે મોદીજીની આગેવાનીમાં અમે લોકો આ વખતે વધુ સીટો જીતીશું. વિપક્ષી પાર્ટીઓના મહાગઠબંધનને તેઓએ મહા ભેળસેળ કહ્યું.
માનવામાં આવે છે કે ગડકરીને વિપક્ષી પાર્ટીના લોકો પણ પસંદ કરે છે. ગત મહિને સોનિયા ગાંધીએ લોકસભામાં તેમના વખાણ કરતાં કહ્યું હતું કે તેઓએ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સારું બનાવવામાં ઘણું સારું કામ કર્યું છે.
જોકે, ગડકરીએ કહ્યું કે રાજકારણમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. સરકારની ઉપલબ્ધિઓને ગણાવતાં તેઓએ કહ્યું કે નેશનલ હેલ્થ ઇન્સ્યોરન્સના કારણે લગભગ 10 કરોડ પરિવારોને લાભ મળ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દોઢ કરોડ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સ્વચ્છ ગંગાના સંદર્ભે ગડકરીએ કહ્યું કે, હાલમાં જ હું કંભ સ્નાન માટે ગયો હતો તો લોકોએ મને જણાવ્યું કે છેલ્લા પચાસ વર્ષોમાં પહેલીવાર તેમને ગંગા નિર્મળ દેખાઈ છે.