GPS Based Toll collection: ભારતમાં (India)રસ્તાના કામમાં ઘણો ઝડપથી વિકાસ અને વિસ્તાર થઇ રહ્યો છે. હવે ગાડીઓ 100 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપથી દોડી રહી છે. ઇલેક્ટ્રિક ટોલ પ્લાઝા (Toll Plaza)સિસ્ટમ શરુ થવાથી ટોલ પ્લાઝા પર લાગતો સમય પણ પહેલાથી ઘટીને ઓછો થઇ ગયો છે. જોકે જલ્દી તમને આ ટોલ પ્લાઝાથી છૂટકારો મળી જશે.
ઇલેક્ટ્રિક ટોલ પ્લાઝા પછી હવે સરકાર એક પગલું આગળ વધતા જીપીએસ ટેકનિકથી ટોલ વસૂલવાની તૈયારીમાં લાગી છે. ટોલ કલેક્શન માટે જીપીએસ સિસ્ટમ લાગુ થયા પછી ટોલ નાકા હટાવી દેવામાં આવશે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી (MoRTH)નીતિન ગડકરીએ (Nitin Gadkari)કહ્યું કે નેશનલ હાઇવે (National Highway)પર હવે લોકોને ટોલ પ્લાઝા પર રોકાવવું પડશે નહીં.
ઇલેક્ટ્રોનિક ટોલનું 97 ટકા કલેક્શન થઇ રહ્યું છે
સંસદના બજેટ સત્રમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે રસ્તાના મામલામાં સરકારે નવી ટેકનિકોનો ઉપયોગ શરુ કર્યો છે. ઇલેક્ટ્રોનિક ટોલનું 97 ટકા કલેક્શન થઇ રહ્યું છે. હવે હું એક જીપીએસ સિસ્ટમ લાવવા માંગું છું. ટોલ જ રહેશે નહીં, ટોલ નહીં રહેવાથી ટોલ ખતમ થશે નહીં. તમારી ગાડીમાં જીપીએસ સિસ્ટમ લગાવી દેશું. ગાડીમાં જીપીએસ સિસ્ટમ અનિવાર્ય પણ કરી દેવામાં આવી છે. જીપીએસ પર રેકોર્ડ રહેશે કે તમે ક્યાંથી એન્ટ્રી લીધી છે અને ક્યાં નીકળ્યા. તમારા બેંક એકાઉન્ટથી પૈસા કપાઇ જશે. કોઇ તમને રોકશે નહીં
નીતિન ગડકરીએ કહ્યું કે ભારતમાં ટોલ પ્લાઝાના બદલે જીપીએસ આધારિત ટ્રેકિંગ સિસ્ટમ લાવવા માટે નવી પોલિસી લાવવાની તૈયારી કરી રહ્યા છીએ. જેનો મતલબ ટોલ ટેક્સનું કલેક્શન હવે જીપીએસના માધ્યમથી થશે.
We will come out with a new policy to replace toll plazas in the country with a GPS-based tracking toll system. It means that toll collection will happen via GPS. The money will be collected based on GPS imaging (on vehicles).: Union Minister Shri @nitin_gadkari ji pic.twitter.com/iHEfOqSlMc
નીતિન ગડકરીએ કહ્યું જનતાની સુવિધા માટે નેશનલ હાઇવે પર હવે 60 કિલોમીટરની અંદર ફક્ત એક જ ટોલ પ્લાઝા રહેશે. એકથી વધારે ટોલ નાકાને હટાવી દેવામાં આવશે અને આ કામ 3 મહિનાની અંદર પુરું કરી લેવામાં આવશે. 60 કિલોમીટરની અંદર એકથી વધારે ટોલ નાકા રહેવા ગેર કાનૂની છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર