Home /News /national-international /

નીતિન ગડકરીએ કહ્યું - ઇમાનદારીથી ઇચ્છું છું કે કોંગ્રેસ ફરી મજબૂત થાય, આખરે કેમ કહ્યું આવું

નીતિન ગડકરીએ કહ્યું - ઇમાનદારીથી ઇચ્છું છું કે કોંગ્રેસ ફરી મજબૂત થાય, આખરે કેમ કહ્યું આવું

લોકતંત્ર સમાચાર પત્ર સમૂહ તરફથી આપવામાં આવતા પત્રકારિતા પુરસ્કારના સમારોહમાં ગડકરીએ આ વાત કહી

Nitin Gadkari Statement on Congress : બીજા દળોમાં જતા કોંગ્રેસના નેતાઓને ગડકરીએ કહ્યું કે જે લોકોને કોંગ્રેસની વિચારધારામાં આસ્થા છે તેમણે પાર્ટીમાં જ રહેવું જોઈએ. તેને છોડવી જોઈએ નહીં, ભલે ગમે તે થઇ જા

    પૂણે : કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari)પોતાના નિવેદનને લઇને ફરી ચર્ચામાં છે. આ વખતે તેમણે કહ્યું કે તે ઇમાનદારીથી ઇચ્છે છે કે કોંગ્રેસ (Congress)ફરીથી મજબૂત થાય. લોકતંત્ર સમાચાર પત્ર સમૂહ તરફથી આપવામાં આવતા પત્રકારિતા પુરસ્કારના સમારોહમાં તેમણે આ વાત કહી હતી.

    ગડકરીએ કહ્યું કે લોકતંત્ર 2 પૈડા પર ચાલે છે. જેમાં એક પક્ષ સત્તા પક્ષ છે તો બીજો વિપક્ષ. મજબૂત વિપક્ષ લોકતંત્રની આવશ્યકતા છે. જેથી ઇમાનદારીથી હું ઇચ્છું છું કે કોંગ્રેસ ફરીથી મજબૂત થાય. તેણે મજબૂત થવું જોઈએ. કારણ કે કોંગ્રેસ નબળી પડતા તેનું સ્થાન ક્ષેત્રીય પાર્ટીઓ લઇ રહી છે. આ લોકતંત્ર માટે સારી વાત નથી. આટલું જ નહીં તેમણે બીજા દળોમાં જતા કોંગ્રેસના નેતાઓને કહ્યું કે જે લોકોને કોંગ્રેસની વિચારધારામાં (Congress Ideology)આસ્થા છે તેમણે પાર્ટીમાં જ રહેવું જોઈએ. તેને છોડવી જોઈએ નહીં, ભલે ગમે તે થઇ જાય.

    આ પણ વાંચો - હવે ફોન પર નહીં સાંભળવા મળે કોરોના સંદેશાની ‘કોલર ટ્યૂન’, જાણો શું છે તેનું કારણ

    ગડકરીએ પોતાનું ઉદાહરણ પણ આપ્યું

    ગડકરીએ પોતાનું ઉદાહરણ પણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે હું 1978-80માં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયો હતો. તે સમયે પાર્ટીના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પૂણે આવ્યો હતો. જ્યારે રેલવે સ્ટેશન પર ઉતર્યો તો પાર્ટીની પ્રચાર સામગ્રી મારા ખભા ઉપર નાખેલી હતી. તે દરમિયાન શ્રીકાંત જિચકરે (મહારાષ્ટ્રના જૂના કોંગ્રેસી નેતા) સલાહ આપી કે મારે કોઇ સારી પાર્ટીમાં સામેલ થવું જોઈએ. એવી જેમાં મારું કોઇ ભવિષ્ય હોય. ત્યારે ભાજપાના ફક્ત 2 સાંસદ હતા. ત્યારે મેં તેમને કહ્યું હતું કે હું કુવામાં કુદીને જીવ આપી દઇશ પણ પોતાની વિચારધારા છોડીશ નહીં.

    પૂણે મેટ્રોના કામમાં હવે ઝડપ આવશે

    નીતિન ગડકરીએ પૂણે મેટ્રોનો ઉલ્લેખ કરતા પણ કેટલાક સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું કે ક્યારેક-ક્યારેક પોતાના નિર્ણય જાતે જ કિનારે કરવા પડે છે. પૂણે મેટ્રોના કામને જ લઇ લો. વર્ષોથી તેનું કામ અટકેલું હતું પણ હવે મેં દેવેન્દ્ર ફડણવીસ સાથે બેસીને મુદ્દાનું સમાધાન શોધી કાઢ્યું છે. હવે પૂણે મેટ્રોનું કામ ઝડપથી આગળ વધારી શકાશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Congress party, Democracy, Nitin Gadkari

    આગામી સમાચાર