નવી દિલ્હી : ગાયના ગોબરના (Cow Dung)ઉપયોગને લઈને ભલે લોકો અજીબ વિચારી રહ્યા હોય પણ પ્રધાનમંત્રીના સંદેશ લોકલ ફોર વોકલ અંતર્ગત શરૂ કરેલ ગોબરથી બનેલ કલરને (Cow Dung Paint)દેશભરમાં ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ કલરથી લોકો પોતાના સપનાના ઘરને રંગી રહ્યા છે. ખાદી ગ્રામોદ્યોગ (Khadi Gramodhyog)સાથે મળીને જયપુરના એક ઇન્સ્ટીટ્યૂટમાં તૈયાર કરેલ આ કલર ઝડપથી વેચાઇ રહ્યો છે.
ખાદી ગ્રામોદ્યોગ આયોગના વરિષ્ઠ અધિકારી તરફથી બતાવવામાં આવ્યું છે કે તેનો સેલ ઘણો થયો છે. ફક્ત 12 દિવસની અંદર ગોબરથી બનેલ સાડા ત્રણ હજાર લીટર કલર અત્યાર સુધી વેચાઇ ચૂક્યો છે. એ પણ ત્યારે જ્યારે કલરનું વેચાણ ફક્ત દિલ્હી અને જયપુરના બે સ્ટોર પરથી જ કરવામાં આવ્યું છે. હવે ખાદી ગ્રામોદ્યોગે તેનું ઓનલાઇન વેચાણ પણ શરૂ કરી દીધું છે. જે પછી દેશભરમાંથી ક્યાંયથી પણ લોકો તેને ઓર્ડર કરી શકશે.
ગોબરથી બનેલ આ કલરના ટ્રાયલ અને ટેસ્ટિંગ દરમિયાન પણ ત્રણ હજાર લીટર વેચાઇ ચૂક્યો છે. તેના ટેસ્ટિંગનું કામ પણ ચાલી રહ્યું છે. કોઈપણ કંપનીનો કલર બને તો તેમાં એક વોલેટાઇલ ઓર્ગેનિક કંપાઉન્ડ (VOC)હોય છે. VOCમાં કેટલાક હાનિકારક તત્વ હોય છે જે કલર દરમિયાન ભાપ બનીને બહાર નીકળે છે. જેનાથી કલર કરનારની આંખમાં જલન શરૂ થાય છે. ટેસ્ટિંગ અને તેના ફાઇનલ રિપોર્ટમાં જોવા મળ્યું કે ગોબરથી બનેલા કલરમાં વીઓસીની માત્રા ના બરાબર છે. જેના કારણે કોઇ પરેશાની થતી નથી.
આ કલરને ઓર્ડર કરવાવાળા લોકોના ફીડબેકમાં એ પણ સામે આવ્યું છે કે આ એક ઇકોફ્રેન્ડલી પ્રોડક્ટ છે. જેના કારણે લોકોને તેને ઘણી પસંદ કરી રહ્યા છે.આ કલરને 12 જાન્યુઆરીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari)લોન્ચ કર્યો હતો. ગડકરીએ આ કલરને લોન્ચ કર્યા પહેલા તેનો ઉપયોગ પોતાની ઘરની દિવાલો ઉપર પણ કર્યો છે. ગાયના ગોબરમાંથી બનેલા કલરના ઘણા ફાયદા છે. આ એક એન્ટી બેક્ટિરિયલ, એન્ટી ફંગસ છે. સસ્તો છે અને તેમાં ભારે ધાતુઓ નથી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર