Home /News /national-international /કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની તબિયત અચાનક લથડી, મંચ પરથી ઢળી પડ્યા

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની તબિયત અચાનક લથડી, મંચ પરથી ઢળી પડ્યા

નિતિન ગડકરી

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની તબિયત અચાનક ખરાબ થઈ છે. ગડકરી પશ્ચિમ બંગાળમાં સિલીગુડીમાં દાગાપુરમાં કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા

    સિલીગુડી: કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની તબિયત અચાનક ખરાબ થઈ છે. ગડકરી પશ્ચિમ બંગાળમાં સિલીગુડીમાં દાગાપુરમાં કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. કહેવાય છે કે, શુગર લેવલ ઘટી જવાથી નીતિન ગડકરીની તબિયત ખરાબ થઈ ગઈ હતી.

    નીતિન ગડકરી પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં યોજનાઓની ભેટ આપવા માટે પહોંચ્યા હતા. તેમણે સીલીગુડીમાં 1206 કરોડ રૂપિયાના ખર્ચે 3 એનએચ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું અને શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમ બાદ અચાનક તેમની તબિયત ખરાબ થઈ ગઈ, ત્યાર બાદ સુકનાના પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રની એક ટીમ પહોંચી અને તેમને પ્રાથમિક સારવાર કરી. હવે નીતિન ગડકરીની તબિય સારી હોવાનું કહેવાય છે.

    અગાઉ પણ ખરાબ થઈ હતી તબિયત


    આ કંઈ પહેલી વાર નથી કે નીતિન ગડકરીની આવી રીતે તબિયત ખરાબ થઈ હોય, આ અગાઉ ડિસેમ્બર 2018માં મહારાષ્ટ્રના અમહદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની તબિયત ખરાબ થઈ ગઈ હતી. ગડકરી સ્ટેજ પરથી બેભાન થઈ ગયા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના રાજ્યાલ વિદ્યાસાગર રાવ તેમની સાથે હતા. ગવર્નરે જ તેમને સ્ટેજ પર સંભાળ્યા હતા. ત્યાર બાદ નીતિન ગડકરીને હોસ્પિટલે લઈ જવામા આવ્યા હતા.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Nitin Gadkari

    विज्ञापन
    विज्ञापन