New Motor Vehicle Act: ગડકરીએ કહ્યુ, રાજ્ય ઈચ્છે તો દંડ ઘટાડી દે, પરંતુ...

રૂપાણી સરકારે ટ્રાફિક દંડ ઘટાડ્યા બાદ ગડકરીએ કહ્યુ, દંડનો ઉદ્દેશ્ય રેવન્યૂ વધારવાનો નહીં, પરંતુ લોકોની સુરક્ષાનો છે

News18 Gujarati
Updated: September 12, 2019, 9:00 AM IST
New Motor Vehicle Act: ગડકરીએ કહ્યુ, રાજ્ય ઈચ્છે તો દંડ ઘટાડી દે, પરંતુ...
કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: September 12, 2019, 9:00 AM IST
નવી દિલ્હી : કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari)એ મંગળવારે કહ્યું કે, જે પણ રાજ્ય નવો મોટર વ્હીકલ એક્ટ (New Motor Vehicle Act) લાગુ થયા બાદ દંડની રકમ ઓછી કરવા માંગે છે તેની સામે તેમનો કોઈ આપત્તિ નથી. ગડકરીએ ન્યૂઝ18 સાથેની એક્સક્લૂસિવ વાતચીતમાં કહ્યું કે, આ કડક દંડ માર્ગ અકસ્માતોને ઓછા કરવા અને વધુથી વધુ લોકોના જીવ બચાવવા માટે લગાવવામાં આવ્યા છે. આ દંડનો ઉદ્દેશ્ય રેવન્યૂ વધારવાનો નહીં, પરંતુ લોકોની સુરક્ષા છે.

ગડકરીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગુજરાત સરકાર (Gujarat Government)એ મંગળવારે જ નવા મોટર વ્હીકલ એક્ટના દંડને ઘટાડવાની જાહેરાત કરી છે. તેઓએ કહ્યું કે, 1 સપ્ટેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થઈ ગયો છે, હવે તેના વિશે રાજ્ય નિર્ણય લે કે તેઓ તે મુદ્દે શું કરે છે.

ગડકરીએ કહ્યુ, ડરવાની જરૂર નથી

ગડકરીએ એમ પણ કહ્યું કે, જે લોકો નિયમ-કાયદાનું ઉલ્લંઘન નથી કરતાં તેમને ડરવાની જરૂરી નથી. તેઓએ કંઈ પણ આપવાની જરૂર નથી. તેઓએ કહ્યું કે, આ સમય છે જ્યારે લોકોને આ કાયદાને સમજવો જોઈએ. કારણ કે આપણા દેશમાં માર્ગ અકસ્મતોમાં સોથી વધુ મોત થાય છે.

આ પણ વાંચો, ટ્રાફિક દંડ વિરોધ, ગડકરીના ઘરની બહાર યુવા કોંગ્રેસે પોલીસ પર ઉછાળ્યું સ્કૂટર

મોટર વાહન (સંશોધન) અધિનિયમ 2019ના લાગુ થયા બાદ જે નવા નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે તેમની પર ટ્રાફિક પોલીસ કડક નજર રાખી રહી છે. તેને લઈને અનેક રાજ્ય સરકાર ક્યાંક વિરોધ કરી રહી છે કે દંડની રકમમાં ઘટાડો કરી રહી છે.
Loading...

લોકો કાયદાને ગંભીરતાથી નહોતા લેતા

1 સપ્ટેમ્બરથી મોટર વાહન (સંશોધન) અધિનિયમ 2019 લાગુ થયા બાદ, પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન માટે ભારે દંડ ફટકારવાના અહેવાલો સામે આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, કડક નિયમોની ખૂબ જરૂરિયાત હતી કારણ કે લોકોએ ટ્રાફિક કાયદાઓને ગંભીરતાથી નહોતા લીધા. લોકોના મનમાં ન તો તેને લઈને કોઈ ડર હતો અને ન તો કાયદાનું સન્માન હતું.

રૂપાણી સરકારે દંડમાં કર્યો ધરખમ ઘટાડો

નોંધનીય છે કે, ગુજરાત સરકાર (Gujarat Government)એ મંગળવારે દંડની રકમ ઘટાડવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ખાસ તો ટૂ-વ્હીલર તથા ખેતીના કામમાં વપરાતાં વાહનોને છૂટ આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે તેમાં નવા નિયમોની કલમ 50માં ફેરફાર કર્યા છે. તેમાં અમે દંડની રકમને ઘટાડી છે.

નવા નિયમો મુજબ, હેલ્મેટ નહીં પહેરવા પ દંડની રકમને 1000 રૂપિયાથી બદલીને 500 કરી દીધી છે. બીજી તરફ, સીટ બેલ્ટ નહીં પહેરવા પર દંડ 1000થી ઘટાડીને 500 કરી દીધો છે. આ ઉપરાંત, ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ગાડી ચલાવનારા પર નવા નિયમ મુજબ 5000 રૂપિયા દંડ છે, જ્યારે ગુજરાતમાં ટૂ-વ્હીલર વાહન ચાલકોને 2000 હજાર અને બાકી વાહનોને 3000 હજાર રૂપિયા દંડ આપવો પડશે.

આ પણ વાંચો, મમતા બેનર્જીનું એલાન, બંગાળમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ નહીં થાય
First published: September 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...