નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) તાજેતરમાં હોન્ડા (Honda)કાર્સ ઈન્ડિયાના અધિકારીઓને મળ્યા હતા. આ દરમિયાન નવી Honda City E:HEV હાઇબ્રિડ કાર (hybrid car)પણ જોવા મળી હતી. હોન્ડાએ સિટી હાઇબ્રિડ સેડાન પાસે ઉભેલા કેન્દ્રીય મંત્રી ગડકરીનો ફોટો શેર કર્યો છે. જણાવી દઈએ કે, આ હાઇબ્રિડ કાર આ મહિનાની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવી હતી.
ખાસ વાત એ છે કે આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે હોન્ડાએ પ્યોર ઈલેક્ટ્રિક વાહનોની જેમ હાઈબ્રિડ ઈલેક્ટ્રિક કાર (electric car)પર ટેક્સ ઘટાડવાનો મુદ્દો ઉઠાવ્યો છે. જેનાથી દેશમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળી શકે. નીતિન ગડકરી મોંઘા ઇંધણની આયાત અને કાર્બન ઉત્સર્જનના બોજને ઘટાડવા માટે હાઇબ્રિડ, ફ્લેક્સ-ફ્યુલ વ્હીકલ્સનો ઉપયોગ વધારવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે.
હોન્ડાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર કંપનીના એક્ઝિક્યુટિવ્સ સાથે સિટી હાઈબ્રિડ પાસે ઊભેલા ગડકરીનો ફોટો શેર કર્યો હતો અને કહ્યું હતું કે, “હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડમાં આ અમારા માટે ગર્વની ક્ષણ હતી, જ્યારે ગડકરીએ તેમના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને અમારા અધિકારીઓ સાથે મુલાકાત કરી અને સાથે જ નવી હોન્ડા સિટી E:HEV (Honda City E:HEV) જોઈ."
હોન્ડા કાર્સ ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ (માર્કેટિંગ અને સેલ્સ) કુણાલ બહલે તાજેતરમાં પીટીઆઈના હવાલાથી કહ્યું હતું કે, હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ ઘટાડવાથી દેશના લોકો ઇલેક્ટ્રિક વાહનોને ઝડપથી અપનાવશે. તેમણે કહ્યું કે હાઇબ્રિડ ટેક્નોલોજી હાલમાં ભારતીય પરિસ્થિતિઓ માટે સૌથી યોગ્ય છે, કારણ કે તેમાં બાહ્ય ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડતી નથી.
હોન્ડા સીટી E:HEV કારની ખાસિયત
સિટી હાઇબ્રિડ કાર રૂ. 19.50 લાખ (એક્સ-શોરૂમ)ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવી છે. તે બે-મોટર e-CVT હાઇબ્રિડ સિસ્ટમનો ઉપયોગ કરે છે, જે 1.5-લિટર એટકિન્સન-સાયકલવાળા DOHC i-VTEC પેટ્રોલ એન્જિન સાથે જોડાયેલું છે. એડવાન્સ લિથિયમ-આયન બેટરી સાથે એક ઇન્ટેલીજન્ટ પાવર યુનિટ (IPU) અને એક એન્જીન લિંક્ડ કાયરેક્ટ કપલિંગ ક્લચ પણ છે. હાઇબ્રિડ સેડાન ઇલેક્ટ્રિક-ઓન્લી મોડમાં સ્ટાર્ટ થાય છે, જે સ્પીડ વધે તેમ આપમેળે હાઇબ્રિડ મોડ પર સ્વિચ થાય છે. ઉલ્લેખનીય છે કે તેની માઈલેજ 26.5 કિમી પ્રતિ લીટર છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર