Home /News /national-international /ગડકરીએ કહ્યું, જો આવું કરશો તો ડીઝલ 50 રૂપિયે લિટર મળશે

ગડકરીએ કહ્યું, જો આવું કરશો તો ડીઝલ 50 રૂપિયે લિટર મળશે

nitin gadkari file photo

નિતિન ગડકરીએ જણાવ્યુ કે, બાયોફ્યુઅલનાં ઉત્પાદન થકી સ્થાનિક ખેડૂતો, આદિવાસીઓને રોજગારી મળશે.  

પેટ્રોલ અને ડીઝલનાં વધતા ભાવ વચ્ચે કેન્દ્રિય વાહન વ્યવહાર મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, જો પેટ્રોલ અને ડિઝલની જગ્યાએ બાયો-ફ્યુઅલ વાપરશો તો તે સસ્તુ પડશે.

નિતિન ગડકરીએ છત્તીસગઢમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે જણાવ્યુ હતુ કે, છત્તી્સગઢમાં બાયો ફ્યુઅલના ઉત્પાદનની વિપુલ તકો છે અને જો આમ થશે તો પેટ્રોલ અને ડિઝલ પરની નિર્ભરતા ઓછી થશે.

ગડકરીએ વધુમાં ઉમેર્યુ કે, “અમે નક્કી કર્યુ છે કે, જે વાહનો વૈકલ્પિક ફ્યુલ પર ચાલે તેને પરમીશનમાંથી મુક્તિ આપવાનું નક્કી કર્યુ છે. પેટ્રોલિયમ મંત્રાલય નવા પાંચ ઇથેનોલ પ્લાન્ટ સ્થાપી રહી છે. આ પ્લાન્ટ્સમાં ડાંગર અને ઘંઉનાં ઠુંઠામાંથી ફ્યુઅલ બનાવાશે. જો, આમ કરવામાં આવશે તો, આપણને, ડિઝલ પ્રતિ લિટર 50 રૂપિયા અને પેટ્રોલ પ્રતિ લિટર 55 રૂપિયા પડશે.”

તેમણે કહ્યું કે, છત્તીસગઢમાં જેટ્રોફા માંથી બનેલા બાયોફ્યુઅલના ઉપયોગથી તાજેતરમાં દેહરાદૂનથી દિલ્હી સુંધી ફ્લાઇટ ઉડી હતી. છત્તિસગઢમાં ખેતીનો વિકાસ સારો થયો છે. ઘંઉ, ચોખા, શેરડીનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે પણ આ રાજ્ય બાયોફ્યુઅલનાં ઉત્પાદનમાં પણ આગળ વધી શકે છે.”

આ પણ વાંચો: ભારત બંધના બીજા દિવસે પણ વધ્યા ભાવ, મહારાષ્ટ્રમાં પેટ્રોલ રૂ. 90ને પાર

નિતિન ગડકરીએ વધુમાં ઉમેર્યુ કે, બાયોફ્યુઅલનાં ઉત્પાદન થકી સ્થાનિક ખેડૂતો, આદિવાસીઓને રોજગારી મળશે. બાયોટેકનોલોજી માટે સંશોધનની સંસ્થાની છત્તિસગઢમાં સ્થાપના થવી જોઇએ અને પેટ્રોલ અને ડિઝલનાં વિકલ્પ તરીકે બાયોફ્યુઅલનું ઉત્પાદન વધારવું જોઇએ. હાલ, આપણે 8 લાખ કરોડનું પેટ્રોલ અને ડિઝલની આયાત કરીએ છીએ અને તેના ભાવ સતત વધી રહ્યાં છે. રૂપિયો ડોલરની સામે ગગડી રહ્યો છે. હું છેલ્લા 15 વર્ષથી ખેડૂતોને કહું છું કે, આ દેશનાં ખેડૂતો, આદિવાસીઓ ઇથેનોલ, મિથેનોલ, બાયો-ફ્યુઅલનું ઉત્પાદન કરી શકે છે અને એ દ્વારા સમૃદ્ધ બની શકે છે.”

આ પણ વાંચો: આ છે ‘વિકાસ’: પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવનો ભાજપે દર્શાવ્યો ઘટતો ગ્રાફ!

દેશભરમાં પેટ્રોલ અને ડિઝલનાં સતત વધી રહેલા ભાવ વધારાને કારણે લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે અને આ ભાવ વધારાનો વિરોધ કરવા માટે કોંગ્રેસે સોમવારે ભારત બંધનો કોલ આપ્યો હતો.
First published:

Tags: Diesel Price, Nitin Gadakari, Petrol price

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો