નીતિ આયોગની પાંચમી બેઠક આજે, આ મુદ્દાઓ રહેશે મહત્વના

વડાપ્રધાન મોદી શનિવારે નીત‍િ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 5મી બેઠકની કરશે અધ્યક્ષતા

News18 Gujarati
Updated: June 15, 2019, 10:27 AM IST
નીતિ આયોગની પાંચમી બેઠક આજે, આ મુદ્દાઓ રહેશે મહત્વના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફાઇલ ફોટો (PTI Photo/Kamal Singh)
News18 Gujarati
Updated: June 15, 2019, 10:27 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે નીત‍િ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 5મી બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક રાષ્ટ્રપતિ ભવનમાં થશે. ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં સભ્ય તરીકે રક્ષા મંત્રી, ગૃહ મંત્રી, નાણા તથા કોર્પોરેટ કાર્ય મંત્રી, કૃષિ અને ખેડૂણ કલ્યાણ મંત્રી, ગ્રામીણ વિકાસ તથા પંચાયતી રાજ મંત્રી ભાગ લેશે.

બેઠકમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ, સભ્ય, સીઈઓ તથા સીનિયર અધિકારી સામેલ થશે. આ ઉપરાંત વિશેષ આમંત્રિત તરીકે માર્ગ પરિવહન તથા રાજમાર્ગ અને સૂક્ષ્મ લઘુ તથા મધ્યમ ઉદ્યમ મંત્રી, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી, રેલ તથા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પણ ભાગ લેશે.

કાઉન્સિલની 5મી બેઠકમાં ભાગ લેનારા વિશેષ આમંત્રિતોમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, જળ શક્તિ મંત્રી તથા પશુપાલન, ડેરી તથા મત્સ્યપાલન મંત્રી સામેલ છે.

ગવર્નિંગ કાઉન્સિલની 5મી બેઠકમાં આ મુદ્દાઓ પર થશે ચર્ચા

1. વર્ષા - જળ સંચય
2. દુષ્કાળની સ્થિતિ તથા રાહત ઉપાય
Loading...

3. આકાંક્ષી જિલ્લાઓનો કાર્યક્રમ - ઉપલબ્ધી અને પડકાર
4. કૃષિમાં પરિવર્તન : નિમ્નિલિખિત પર વિશેષ ભારની સાથે માળાખાકીય સુધાર
- એપીએમસી અધિનિયમ
- આવશ્યક વસ્તુ અધિનિયમ (ઈસીએ)
5. ચરમપંથ પ્રભાવિત જિલ્લાઓ પર વિશેષ ફોકસની સાથે સુરક્ષા સંબંધી વિષય

આ પણ જુઓ, આ તસવીરો સાબિત કરે છે PM મોદીએ દુનિયામાં કેવી રીતે વધાર્યું દેશનું કદ
First published: June 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...