Home /News /national-international /

નીતિ આયોગના અપાધ્યક્ષના આ નિવેદનને ECએ ગણાવ્યું આચાર સંહિતાનો ભંગ

નીતિ આયોગના અપાધ્યક્ષના આ નિવેદનને ECએ ગણાવ્યું આચાર સંહિતાનો ભંગ

    નીતિ આયોગના અપાધ્યક્ષ રાજીવ કુમારે થોડા સમય પહેલા જ આપેલું એક નિવેદનને આચાર સંહિતાના કેસમાં આવી ગયું છે. ચૂંટણી આયોગે આ મામલાને ગંભીરતાથી લઇ વાંધો દર્શાવ્યો છે. ચૂંટણી પંચે ભવિષ્યમાં આવું નિવેદન આપવાનું કહ્યું છે. ભારતીય ચૂંટણી પંચે નીતિ આયોગના ઉપાધ્યક્ષ ને આ મામલે નોટિસ મોકલી છે.

    આયોગે રાજીવ કુમારને નિવેદન મામલે સ્પષ્ટતા કરવાનું કહ્યું છે. જેમાં તેઓએ કોંગ્રેસ તરફથી આગામી લોકસભાના પહેલા કરવામાં આવેલા એક વાયદા પર ટિપ્પણી કરી હતી. કોંગ્રેસ આ ચૂંટણી વાયદાને લઇને નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું હતું કે કોંગ્રેસની ન્યાય યોજના ક્યારેય લાગુ નથી કરી. તેઓએ ટ્વીટ કરી કહ્યું હતું કે એ હકીકત છે કે ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ પહેલા પણ લોકોને ચાંદનો વાયદો કરી ચૂક્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે એક સ્કીમનું એલાન કર્યું છે જે રાજકોષીય અનુશાસનને તોડી નાખશે. તેનાથી કામ ન કરવાનું ચલણ વધશે, જે ક્યારેય લાગુ નહીં થઇ શકે.

    અહીં ક્લિક કરી વાંચોઃ iPhone XR પરથી પસાર થઇ ટ્રેન, Videoમાં જુઓ શું થયું

    રાજીવ કુમારે કહ્યું હતું કે મિનિમમ ઇનકમ ગેરંટી સ્કીમ GDPના 2 ટકા અને કુલ બજેટના 13 ટકા હશે, તેનાથી લોકોની અસલી જરૂરતો પૂર્ણ નહીં થાય. રાજીવે ટ્વીટ કર્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ વર્ષ 1971માં ગરીબી હટાઓ, વર્ષ 2008માં ઓઆરઓપી અને વર્ષ 2013માં ચૂંટણી જીતવા માટે ફૂડ સિક્યોરિટી બિલની જાહેરાત કરી હતી પરંતુ તેમાં કોઇ પણ પૂરો થયો નથી. આવું જ મિનિમમ ઇનકમ ગેરંટી સ્કિમ સાથે થશે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Displeasure, Election commission, Lok sabha election 2019, Niti Aayog, NYAY Scheme, Poll code, Violates poll code

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन