દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગના ગવર્નિંગ કાઉન્સિલની પાંચમી બેઠક ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન સાથે શનીવારે બપોરે નીતિ આયોગ સંચાલન પરિષદની બેઠક શરૂ થઈ. આ દરમ્યાન પીએમ મોદીએ કહ્યું, 'સબકા સાથે, સબકા વિકાસ, સબકા વિશ્વાસ'ના મંત્રને પૂરા કરવામાં નીતિ આયોગની મહત્વની ભૂમિકા છે.
પીએમ મોદીએ કહ્યું કે, ભારત 2024 સુધી 5000 અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય પડકારજનક છે. પરંતુ, રાજ્યોના સંયુક્ત પ્રયાસથી આ હાંસીલ કરી શકાય છે. રાજ્ય સરકારો નિકાસ સંવર્ધન પર ધ્યાન આપે. લોકોની આવક અને રોજગારના અવસર વધારવામાં નિકાસ ક્ષેત્રની મહત્વની ભૂમિકા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, નવગઠિત જળશક્તિ મંત્રાલય જળ પ્રબંધનના વિષયમાં એક સમન્વિત દ્રષ્ટીકોણ અપનાવવામાં મદદ કરશે. રાજ્યોને પણ જળ સંરક્ષણ અને પ્રબંધનના ક્ષેત્રમાં પોતાના વિભિન્ન પ્રયાસોને સમન્વિત કરવા જોઈએ. આપણે કાર્ય-પ્રદર્શન, પારદર્શિતા અને પ્રતિપાદનની વિશેષતા વાળી શાસન વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા છીએ.
આ મુદ્દાઓ પર ચર્ચા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શનિવારે બપોરે નીતિ આયોગના સંચાલન પરિષદની પાંચમી બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં દુકાળની સ્થિતિ, કૃષિ ક્ષેત્રના સંકટ, વર્ષા જળ સંચયન અને ખરીફ પાક માટે તૈયારીઓના મુદ્દા પર વિચાર-વિમર્શ થશે. સૂત્રો અનુસાર, બેઠકમાં પાંચ સૂત્રી એજન્ડામાં આકાંક્ષી જીલ્લા કાર્યક્રમ, કૃષિમાં ફેરફાર અને સુરક્ષા સંબંધી મુદ્દા પણ સામેલ છે. બેઠકમાં વિશેષરૂપથી નક્સલ પ્રભાવિત જીલ્લા પર વિચાર-વિમર્શ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર