Home /News /national-international /મુંબઈમાં આજે ખુલશે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર, હોલીવૂડ-બોલીવૂડના કલાકારો ધૂમ મચાવશે

મુંબઈમાં આજે ખુલશે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર, હોલીવૂડ-બોલીવૂડના કલાકારો ધૂમ મચાવશે

nita mukesh ambani

આ કલ્ચરલ સેન્ટરના ઉદ્ધાટનના અવસર પર 'સ્વદેશ' નામથી ખાસ કલા અને શિપ્લ પ્રદર્શની પણ લગાવવામાં આવશે. 'દ ગ્રેટ ઈંડિયન મ્યૂઝિકલ: સિવિલાઈઝેશન ટૂ નેશન' નામથી એક સંગીતમય નાટ્ય હશે.

મુંબઈ: દેશમાં પહેલીવાર 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર' આજે એટલે કે, 31 માર્ચે ઉદ્ધાટન માટે સજીધજીને તૈયાર છે. ભારતીય સંસ્કૃતિ અને કલાને નવા રંગમાં દર્શાવનારા આ કલ્ચરલ સેન્ટરના દરવાજા શુક્રવારે દર્શકો માટે ખોલી દેવામાં આવશે. ઉદ્ધાટનના અવસર પર 3 દિવસનો બ્લોકબસ્ટર શો થશે. તેમાં દેશ-વિદેશના કલાકારો, બોલિવૂડ અને હોલીવૂડની હસ્તીઓ સાથએ કેટલાય ગણમાન્ય વ્યક્તિઓ સામેલ થશે. ઉદ્ધાટનમાં એક દિવસ પહેલા ગુરુવારે રામનવમીના શુભ અવસર પર નીતા અંબાણીએ કલ્ચરલ સેન્ટર પહોંચીને વિધિવત મંત્રોચ્ચારથી પૂજા અર્ચના પણ કરી હતી. આ અવસર પર તેમણે કહ્યું કે, એક એવી જગ્યા બનાવવા માગતા હતા, જ્યાં આપણી સાંસ્કૃતિક વિરાસત ફુલેફાલે.

આ કલ્ચરલ સેન્ટરના ઉદ્ધાટનના અવસર પર 'સ્વદેશ' નામથી ખાસ કલા અને શિપ્લ પ્રદર્શની પણ લગાવવામાં આવશે. 'દ ગ્રેટ ઈંડિયન મ્યૂઝિકલ: સિવિલાઈઝેશન ટૂ નેશન' નામથી એક સંગીતમય નાટ્ય હશે. ભારતીય પરિધાન પરંપરાને દર્શાવતી ઈંડિયા ઈન ફૈશન નામથી એક પરિધાન કલા પ્રદર્શનની આયોજીત કરવામાં આવશે. સાથે જ ભારતની સાંસ્કૃતિક પરંપરાઓનો દુનિયા પર પ્રભાવ બતાવતો 'સંગમ' નામથી એક વિઝ્યુઅલ આર્ટ શો પણ હશે.

આ પણ વાંચો: PHOTOS: સંસદની નવી ઇમારત કેટલી તૈયાર છે? પીએમ મોદીએ લીધી ઓચિંતી મુલાકાત, નજીકથી કર્યું નિરીક્ષણ

સપનું પુરુ થયું- નીતા અંબાણી


કલ્ચરલ સેન્ટર પર પૂજા અર્ચના બાદ નીતા અંબાણીએ કહ્યું કે, આ સાંસ્કૃતિક કેન્દ્રના સપનાને સાકારરુપ આપવા માટે એક પવિત્ર યાત્રાની માફક રહ્યું છે. અમે એક એવી જગ્યા બનાવવા માગતા હતા, જ્યાં આપણી સાંસ્કૃતિક વિરાસત ફુલેફાલે. પછી તે સિનેમા હોય કે સંગીત, નૃત્ય હોય કે નાયક, સાહિત હોય કે લોકકથાઓ. કલા હોય કે શિલ્પ, વિજ્ઞાન હોય કે આધ્યાત્મ. કલ્ચરલ સેન્ટરમાં દેશ અને દુનિયાની શાનદાર કલા પ્રદર્શનિઓ સંભવ હશે અને દુનિયાના સર્વશ્રેષ્ઠ કલાઓ તથા કલાકારોને ભારતમાં સ્વાગત હશે.

દેશનું સૌથી મોટુ આર્કેસ્ટ્રા પિટ


નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ભારતમાં પહેલું સાંસ્કૃતિક કેન્દ્ર છે. ભારતીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોની પ્રદર્શની માટે તેમાં 16 હજાર વર્ગફુટમાં ફેલાયેલ એક ચાર માળનું આર્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે. 8700 સ્વારોવસ્કી ક્રિસ્ટલથી સજાવેલ કમળની થીમવાળું એક શાનદાર ઝૂમર પણ લગાવ્યું છે. આ ઉપરાંત 2000 સીટોવાળું એક ગ્રાંડ થિયેટર છે, જેમાં દેશનું સૌથી મોટુ ઓર્કેસ્ટ્રા પિટ બનાવ્યું છે. નાની પ્રદર્શનિયો અને કાર્યક્રમો માટે સ્ટૂડિયો થિએટર જેમાં 250 સીટર હશે અને દ ક્યૂબ જેમાં 125 સીટ હશે, જેના શાનદાર થિએટર બનાવ્યા છે. આ તમામમાં એડવાંસ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે, જે કોઈ વિદેશી થિએટરને પણ ટક્કર આપશે.


વિદ્યાર્થીઓ અને વૃદ્ધ લોકોની ફ્રી એન્ટ્રી, દર્શક ક્યાંથી ખરીદી શકશે ટિકિટ


નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં બાળકો, વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો તથા દિવ્યાંગને મફત એન્ટ્રી આપવામા આવશે. સ્કૂલ-કોલેજ આઉટરીચ પ્રોગ્રામ હોય કે કલા શિક્ષકોના એવોર્ડ કાર્યક્રમ અથવા તો ગુરુ શિષ્ય પરંપરાના કાર્યક્રમ, આવા તમામ કાર્યક્રમો પર કેન્દ્ર ખાસ ધ્યાન આપશે. સેન્ટરમાં આવતા દર્શકો nmacc.com અથવા BookMyShow તેની ટિકિટ ખરીદી શકશે. ઉદ્ધાટનના અવસર પર થનારા કાર્યક્રમમાં ટોની અને એમી એવોર્ડ વિજેતા ક્રૂ તરફથી સંગીતમય પ્રસ્તુતી આપવામાં આવશે. તેનું નિર્દેશન ફિરોઝ અબ્બાસ ખાન કરશે. આ ઉપરાંત મનીષ મલ્હોત્રા સહિત દેશના દિગ્ગજ ડિઝાઈનરો તરફથી ભારતીય પરિધાનની ઝલક બતાવશે. સંગમ કાર્યક્રમ અંતર્ગત 5 ભારતીય અને 5 વિદેશી કલાકાર એકસાથ પ્રસ્તુતિ આપશે.
First published:

Tags: Ambani Family, Mukesh Ambani, Mumbai News, નીતા અંબાણી