Home /News /national-international /નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની વેબસાઈટ લોન્ચ, ઈશા અંબાણીએ આર્ટ માટે માતાના સમર્પણને વધાવ્યું

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની વેબસાઈટ લોન્ચ, ઈશા અંબાણીએ આર્ટ માટે માતાના સમર્પણને વધાવ્યું

રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન નીતા અંબાણી (ફોટો ક્રેડિટ-nmacc)

મુંબઈમાં હાલ જિયો વર્લ્ડ સેન્ટર (Jio World Centre)માં નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટર એટલે કે (NMACC) બનાવવામાં આવી રહ્યું છે. આજે સેન્ટરની વેબસાઈટનું ઓફિશિયલ લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

    મુંબઈઃ મુંબઈમાં હાલ જિયો વર્લ્ડ સેન્ટર (Jio World Centre)માં નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટર એટલે કે (NMACC) બનાવવામાં આવી રહ્યું છે. આજે સેન્ટરની વેબસાઈટનું ઓફિશિયલ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. 31 માર્ચ 2023 સુધીમાં આ સેન્ટર બનીને તૈયાર થઈ જશે અને તેને લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે.

    વેબસાઈટ લોન્ચિંગના પ્રસંગે બહાર પાડવામાં આવેલા વીડિયોમાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ(RRVL)ના ડાયરેક્ટર ઈશા અંબાણીએ આર્ટ માટે પોતાની માતા, નીતા અંબાણીના સમર્પણને વધાવ્યું. તેમણે કહ્યું કે છેલ્લા 50 વર્ષથી નીતા અંબાણી રોજ નૃત્યની સાધના કરી રહી છે. તેઓ એક બિઝનેસ વુમન, સ્પોર્ટ્સ લવર, લીડર, રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન અને એક ભારતનાટ્યમ ડાન્સર છે.



    ભારતની કલાની આ સુંગંધ વિશ્વ સુધી પહોંચે

    રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ વીડિયોમાં કહ્યું કે આજે હું જે પણ કઈ છું તે નૃત્યના કારણે છું. ભારતમાં મૂર્તિકલા, નૃત્ય, સંગીત, નાટક, ચિત્રકારની જૂની એક પરંપરા રહી છે. મારું એક સપનું છે કે ભારતની આ કલાની સુંગંધ વિશ્વ સુધી પહોંચે. મારા બાળપણના સપનાને મુકેશ અંબાણી કલ્ચર સેન્ટરને પુરું કર્યુ છે. મને આશા છે કે અહીં આવીને કલાકાર પોતાની કલ્પનાની ઉડાન ભરી શકશે.

    આ પણ વાંચોઃ રિલાયન્સ રેક્રોન FSની આગપ્રતિરોધશકિત વધારવા FRX ઇનોવેશન્સ નોફિયા ટેક્નોલોજીનો ઉપયોગ કરશે

    શું છે NMACCની વિશેષતાઓ

    નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટરમાં એક ત્રણ માળની બિલ્ડિંગમાં પરફોર્મિંગ અને વિઝયુઅલ આર્ટનું પ્રદર્શન થશે. પરફોર્મિંગ આર્ટ માટે ધ ગ્રાન્ડ થિએટર, ધ સ્ટુડિયો થિએટર અને ધ ક્યૂબ જેવા સુંદર થિએટર બનાવવામાં આવશે. આ બધામાં એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ધ ગ્રાન્ડ થિએટરમાં 2 હજાર દર્શકો એક સાથે કાર્યક્રમોની મજા ઉઠાવી શકશે. ભારતીય અને ઈન્ટરનેશનલ કલાકારોની કલાના પ્રદર્શન માટે 16 હજાર વર્ગફુટમાં ફેલાયેલું એક ચાર માળનું આર્ટ હાઉસ પણ લોન્ચ થશે.

    ઓપનિંગ શો

    Civilisation to Nation – The Great Indian Musical- 3થી 23 એપ્રિલ 2023
    India In Fashion- 3 એપ્રિલથી 4 જૂન 2023
    Sangam Confluence- 3 એપ્રિલથી 4 જૂન 2023
    Public Art- 31 માર્ચ, 2023

    (ડિસ્ક્લેમર- નેટવર્ક18 અને ટીવી18 કંપનીઓ ચેનલ/વેબસાઈટનું સંચાલન કરે છે, જેનું નિયંત્રણ ઈન્ડિપેન્ડન્ટ મીડિયા ટ્રસ્ટ કરે છે, જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એકમાત્ર લાભાર્થી છે.)
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Isha Ambani, Reliance foundation, Reliance group, નીતા અંબાણી

    विज्ञापन
    विज्ञापन