Home /News /national-international /Modi Cabinet Expansion: રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકરે, હર્ષવર્ધન સહિત 12 કેન્દ્રીય મંત્રીઓની મોદી કેબિનેટમાંથી છુટ્ટી

Modi Cabinet Expansion: રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકરે, હર્ષવર્ધન સહિત 12 કેન્દ્રીય મંત્રીઓની મોદી કેબિનેટમાંથી છુટ્ટી

કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપનાર મંત્રીઓની સંખ્યા 12 થઇ ગઈ છે

સૂત્રોએ જાણકારી આપી છે કે કિરણ રિજિજૂ, મનસુખ માંડવિયા, હરદીપ પુરી, કૃષિ રાજ્યમંત્રી પુરષોત્તમ રૂપાલા, ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડી અને વિત્ત રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરને પ્રમોશન મળી શકે છે

    નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રીપરિષદમાં (Unioun Cabinet)બુધવારની સાંજે થનાર ફેરબદલ અને વિસ્તાર પહેલા કેટલાક મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધી છે. જેમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદ અને હર્ષવર્ધન સિંહનો પણ સવાવેશ થાય છે. પ્રકાશ જાવડેકર સૂચના અને પ્રસારણ મંત્રીની સાથે-સાથે પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રાલયની પણ જવાબદારી સંભાળી રહ્યા હતા. જ્યારે રવિશંકર પ્રસાદ પાસે કાનૂન અને આઈટી મંત્રાલયની જવાબદારી હતી. આ બે મંત્રીઓના રાજીનામા પછી કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપનાર મંત્રીઓની સંખ્યા 12 થઇ ગઈ છે.

    આ સિવાય કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંક (Ramesh Pokhriyal Nishank), શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ કુમાર ગંગવાર (Santosh Kumar Gangwar), મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી દેબશ્રી ચૌધરી પ્રમુખ છે. આ સાથે સદાનંદ ગૌડા, રતન લાલ કટારીયા, બાબુલ સુપ્રિયોએ પણ રાજીનામું આપ્યું છે. કેબિનેટ વિસ્તારથી પહેલા મોદી સરકારના 12 મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. જેમાં સંજય ધોત્રે, થારવરચંદ ગેહલોત અને રાવ સાહબ પાટિલ પણ સામેલ છે. આ સાથે પ્રતાપ સારંગી અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પણ રાજીનામું આપ્યું છે. સૂત્રોએ આ જાણકારી આપી છે.

    સૂત્રોએ જાણકારી આપી છે કે કિરણ રિજિજૂ, મનસુખ માંડવિયા, હરદીપ પુરી, કૃષિ રાજ્યમંત્રી પુરષોત્તમ રૂપાલા, ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડી અને વિત્ત રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરને પ્રમોશન મળી શકે છે.

    આ પણ વાંચો - કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ: પુરષોતમ રૂપાલા અને મનસુખ માંડવિયાને પ્રમોશન મળે તેવી સંભાવના

    શિક્ષા મંત્રી નિશંકે જણાવ્યું રાજીનામાનું કારણ

    એક સૂત્રએ જણાવ્યું કે રમેશ પોખરિયાલ નિશંકે સ્વાસ્થ્ય સંબંધી કારણોનો હવાલો આપીને રાજીનામું આપ્યું છે. નિશંક થોડા સમય પહેલા કોવિડ-19થી સંક્રમિત થયા હતા. ઠીક થયા પછી તેમને ફરીથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.
    " isDesktop="true" id="1112088" >

    માનવામાં આવે છે કે પ્રધાનમંત્રીને મળવા પહોંચેલા બધા નેતા, સાંજે છ કલાકે રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરતા શપથ ગ્રહણ સમારોહમાં મંત્રી પદના શપથ લેશે. પ્રધાનમંત્રીના રૂપમાં મે 2019માં 57 મંત્રીઓ સાથે પોતાનો બીજો કાર્યકાળ શરૂ કરનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી પરિષદમાં ફેરબદલ અને વિસ્તાર કરવાના છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Debashree chowdhury, Modi Cabinet, Modi Cabinet Expansion, Ramesh pokhriyal nishank, Sadananda gowda, Santosh-gangwar, Union cabinet

    विज्ञापन
    विज्ञापन