PM મોદીને ઈમરાન ખાનના 'સમર્થન' પાછળ કોંગ્રેસની 'ચાલ' : નિર્મલા સીતારમણ

રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ (ફાઇલ ફોટો)

નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવવાને લઈ પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનનું નિવેદન કોંગ્રેસની ચાલ હોઈ શકે છે: રક્ષા મંત્રી

  • Share this:
    રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે આરોપ લગાવ્યો છે કે નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવવાને લઈ પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનનું નિવેદન કોંગ્રેસની ચાલ હોઈ શકે છે. સમાચાર એજન્સી એએનઆઈ ને આપેલા ઇન્ટરવ્યૂમાં સીતારમણે કહ્યું કે, મને નથી ખબર કે આવું નિવેદન કેમ આપવામાં આવ્યું. આ પાર્ટીનું નહીં મારું અંગત રીતે માનવું છે કે દરેક વખતે આવું નિવેદન આપવામાં આવે છે. કોંગ્રેસના એનક જાણીતા નેતા ત્યાં (પાકિસ્તાન) જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હટાવવા માંગતા રહ્યા છે. તેઓએ ત્યાં જઈને કહ્યું હતું, મોદીને હટાવવા માટે અમારી મદદ કરો. મને આશંકા છે કે કદાચ આ (ઈમરાન ખાનનું નિવેદન) પણ કોંગ્રેસની યોજનાનો ભાગ તો નથી ને. મને નથી ખબર કે તેનો શું અર્થ કાઢવો જોઈએ.

    ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાના વડાપ્રધાન ઈમરાન ખાને પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે જો બીજેપીની સરકાર બને છે તો કાશ્મીરના મુદ્દે કોઈ રસ્તો નીકળી શકે છે અને જો કોંગ્રેસની સરકાર બને છે તો કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનની સાથે કોઈ સમજૂતી થવી મુશ્કેલ થશે. પરંતુ બીજેપીની સરકાર બનવા પર કાશ્મીર મુદ્દે કોઈ રસ્તી નીકળી શકે છે.

    ઈમરાન ખાનના આ નિવેદન પર કોંગ્રેસે જોરદાર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, મોદીને વોટ કરવું પાકિસ્તાનને વોટ કરવા સમાન છે. પાકિસ્તાને ઓફિશિયલ રીતે મોદીની સાથે સમજૂતી કરી લીધી છે. પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓએ પણ તેનો વિરોધ કર્યો હતો.

    આ પણ વાંચો, મોદીની વિરુદ્ધ ચૂંટણી જંગ માટે પ્રિયંકા તૈયાર, પાર્ટીની મંજૂરીની રાહ : રોબર્ટ વાડ્રા

    જોકે, બાદમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂદ કુરૈશીએ કહ્યું કે ઈમરાન ખાનના નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું. પીએમ મોદીને લઈને પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનના વિચારોને બધા જાણે છે.

    આ ઉપરાંત સીતારમણે આઝમ ખાન ઉપર પણ હુમલો કર્યો. તેઓએ કહ્યું કે નેતાઓને બોલતાં પહેલા વિચારવું જોઈએ. સપા નેતા આઝમ ખાને રામપુરથી બીજેપી ઉમેદવાર જયા પ્રદાની વિરુદ્ધ કથિત રીતે અભદ્ર ટિપ્પ્ણી કરી હતી. તેઓએ કહ્યું કે કોઈ મહિલાની વિરુદ્ધ ટિપ્પણી કરતાં પહેલા થોડું તો વિચારવું જોઈએ. રવિવારે સપા નેતા આઝમ ખાને એક જાહેરસભામાં કહ્યું હતું કે, હું તેમને રામપુર લઈને આવ્યો. તમે સૌ સાક્ષી છો કે હું કોઈને પણ તેમના શરીરને અડવા નહીં દઉં.

    રક્ષા મંત્રીએ કહ્યું કે નેતાઓ વચ્ચે એક બીજા માટે સન્માનનો ભાવ હોવો જોઈએ. પાર્ટી લાઇનથી અલગ એક લક્ષ્મણ રેખા જરૂરી હોવી જોઈએ. બોલતાં પહેલા નેતાઓને વિચારવું જોઈએ કારણ કે આપણે જે પણ વાતો રાજનીતિમાં કરીએ છીએ તે પોતાની આગલી પેઢી માટે વારસારૂપે છોડીને જઈએ છીએ.
    Published by:Mrunal Bhojak
    First published: