રાજનીતિ લાભ માટે ઉપયોગ થવાથી બચે પ્રદર્શનકારી ખેડૂતો : નિર્મલા સીતારમણ

રાજનીતિ લાભ માટે ઉપયોગ થવાથી બચે પ્રદર્શનકારી ખેડૂતો : નિર્મલા સીતારમણ
વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- સરકાર હંમેશા વાતચીત માટે તૈયાર રહી છે

વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- સરકાર હંમેશા વાતચીત માટે તૈયાર રહી છે

 • Share this:
  મારિયા શકીલ, નવી દિલ્હી : કેન્દ્રીય વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે News18 સાથે ખાસ વાતચીતમાં ખેડૂતોના ચાલી રહેલા વિરોધ પ્રદર્શન (Farmer Protest)પર પોતાની વાત રજુ કરી હતી. નિર્મલા સીતારમણે (Union Finance Minister Nirmala Sitharaman) વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું કે ખેડૂતોનો ઉપયોગ રાજીનીતિક લાભ માટે કરવામાં આવી રહ્યો છે. વિપક્ષ ખેડૂતોના આંદોલન પર રાજનીતિ કરી રહ્યું છે. આંદોલનને દેશ વિરોધી તાકાતો દ્વારા હાઇજેક કરી લેવામાં આવ્યું છે.

  વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર હંમેશા વાતચીત માટે તૈયાર રહી છે. હવે કૃષિ અને ખેડૂતો સંબંધિત મુદ્દા વિશે હવે વાત કરવામાં આવતી નથી. દેશ વિરોધી તત્વોને છોડવાની માંગણી કરી રહ્યા છે. ખેડૂતોએ આવા લોકોથી દૂર રહેવું જોઈએ જે તેમનો ઉપયોગ રાજનીતિક પુનરુત્થાન માટે કરવા માંગે છે. તેમણે કહ્યું કે ખેડૂતોએ એમએસપીને લઈને ચાલી રહેલી અફવાઓ પર સહેજ પણ ધ્યાન આપવું જોઈએ નહીં. કૃષિ મંત્રી ખેડૂતોની માંગણીને લઈને ગંભીર છે.  આ પણ વાંચો - રવિવારે રાજસ્થાનથી શરૂ થશે ટ્રેક્ટર માર્ચ, ખેડૂતો દિલ્હી-જયપુર હાઇવે જામ કરશે

  ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ ફગાવ્યો

  કૃષિ સુધાર કાનૂનોને રદ કરવા અને એમએસપી ગેરન્ટી આપવાના કાનૂન બનાવવાની માંગ પર અડગ રહેલા ખેડૂતોએ સરકારના સંશોધન પ્રસ્તાવને ફગાવી દીધો છે. પોતાની માંગણી પર અડગ ખેડૂતોએ 14 ડિસેમ્બરે દેશવ્યાપી પ્રદર્શનની ધમકી આપી છે. પોતાની માંગણી નહીં માને ત્યાં સુધી આંદોલન વધારે તેજ બનાવવાનો નિર્ણય કર્યો છે.

  કૃષિ મંત્રાલયમાં સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલ તરફથી મોકલાવેલા ડ્રાફ્ટ પ્રસ્તાવમાં સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે નવા કૃષિ કાનૂનોને લઈને ખેડૂતોની જે આપત્તિ છે તેના પર સરકાર ખુલ્લા મનથી વિચાર કરવા માટે તૈયાર છે. જોકે તેમાં નવા કૃષિ કાયદાને રદ કરવા સંબંધી પ્રદર્શનકારી ખેડૂતોની મુખ્ય માંગણીને કોઈ ઉલ્લેખ નથી.
  Published by:Ashish Goyal
  First published:December 12, 2020, 21:25 pm

  ટૉપ ન્યૂઝ