નિર્મલા સીતારમણ બન્યાં દેશના પ્રથમ મહિલા નાણા મંત્રી

રક્ષા મંત્રી તરીકે તેમણે ઘણા જ પડકારોનો સામનો કર્યો હતો. કારણ કે 2019ની ચૂંટણી અને તે પહેલા વિપક્ષે રાફેલનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો.

News18 Gujarati
Updated: May 31, 2019, 1:54 PM IST
નિર્મલા સીતારમણ બન્યાં દેશના પ્રથમ મહિલા નાણા મંત્રી
નીર્મલા સીતારમણ
News18 Gujarati
Updated: May 31, 2019, 1:54 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : નરેન્દ્ર મોદીની નવી સરકારમાં બીજેપીના વરિષ્ઠ નેતા નિર્મલા સીતારમણને ફરીથી સામેલ કરવામાં આવ્યા છે. તેઓ નાણા મંત્રાલયનું કામકાજ સંભાળશે. આ પહેલા તેઓ રક્ષા મંત્રી હતા. નિર્મલા સિતારમણ દેશના પ્રથમ મહિલા નાણા મંત્રી બન્યા છે. આ પહેલા તેઓ દેશના બીજા મહિલા રક્ષા મંત્રી બન્યા હતા. નિર્મલા સીતારમણની ગણતરી એ મહિલાઓમાં કરવામાં આવે છે જેમણે અનોખી સિદ્ધિ હાંસલ કરી હોય. રક્ષા મંત્રી તરીકે તેમણે ઘણા જ પડકારોનો સામનો કર્યો હતો. કારણ કે 2019ની ચૂંટણી અને તે પહેલા વિપક્ષે રાફેલનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો.

અનેક વખત ગૃહમાં તો અનેક વખત પ્રેસ કોન્ફરન્સ કરીને રક્ષા મંત્રીને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મજબૂત ઈરાદા ધરાવતા નિર્મલા સીતારમણે કોંગ્રેસ સહિત વિપક્ષનો હટીને સામનો કર્યો હતો.

સેલ્સ ગર્લથી લઈને નાણા મંત્રી સુધીની સફર

નિર્મલા સીતારમણના પિતા ભારતીય રેલવેમાં હતા. જેના કારણે તેમનું બાળપણ અલગ અલગ શહેરમાં વિત્યું હતું. તેમણે જેએનયૂમાંથી ઇકોનોમિક્સની ડીગ્રી મેળવી છે અને પછી અહીં એમફીલ કર્યું છે. તેમના લગ્ન ડોક્ટર પરાકાલા પ્રભાકર સાથે થયા છે. બંનેની મુલાકાત જેએનયૂમાં થઈ હતી. ડોક્ટર પ્રભાકરે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી પીએચડી કર્યું અને નીર્મલા તેમની સાથે જ લંડનમાં રહેવા લાગ્યા હતા.

હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે આ દરમિયાન નીર્મલા સીતારમણે લંડનના એક હોમ સ્ટોરમાં સેલ્સગર્લ તરીકે કામ કર્યું હતું. જે બાદમાં તેમણે PricewaterhouseCoopersમાં સીનિયર મેનેજર તરીકે નોકરી કરી હતી.
First published: May 31, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...