Home /News /national-international /ન્યુઝ18ના ટાઉનહોલમાં નિર્મલા સીતારમણે કહ્યું- લોકોને ગેરમાર્ગે દોરવાની રીત છે રેવડી પોલિટિક્સ

ન્યુઝ18ના ટાઉનહોલમાં નિર્મલા સીતારમણે કહ્યું- લોકોને ગેરમાર્ગે દોરવાની રીત છે રેવડી પોલિટિક્સ

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે CNN-News18 ટાઉન હોલના મંચ પરથી વિપક્ષ પર નિશાન સાધ્યું છે.

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે CNN-News18 ટાઉન હોલના મંચ પરથી વિપક્ષ પર નિશાન સાધ્યું છે. તમિલનાડુ રાજ્ય હાલ કેન્દ્ર પાસે વધુ ધનની માંગ કરી રહ્યું છે. તમિલનાડુનું કહેવું છે કે વધુ ધન જોઈએ છીએ કારણ કે કેન્દ્ર વધુ રેવન્યુ મેળવે છે. તેનો જવાબ નિર્મલા સીતારમણે ન્યુઝ18ના મંચ પરથી આપ્યો છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે CNN-News18 ટાઉન હોલના મંચ પરથી વિપક્ષ પર નિશાન સાધ્યું છે. તમિલનાડુ રાજ્ય હાલ કેન્દ્ર પાસે વધુ ધનની માંગ કરી રહ્યું છે. તમિલનાડુનું કહેવું છે કે વધુ ધન જોઈએ છીએ કારણ કે કેન્દ્ર વધુ રેવન્યુ મેળવે છે. તેનો જવાબ નિર્મલા સીતારમણે ન્યુઝ18ના મંચ પરથી આપ્યો છે.

    તમિલનાડુ દ્વારા વધુ ધનની માંગના જવાબમાં તેમણે કહ્યું કે તમે વધુ ધનની આશા ન રાખી શકો કારણ કે તમે અન્ય રાજ્યોની સરખામણીમાં વધુ ધન ઉત્પન્ન કરો છે. અહીં તમે અને હુંની કહાની કામ કરશે નહિ. આવામાં કોઈ જ દેશ પ્રગતિ ન કરી શકે. તેમણે કહ્યું કે રાજ્યો દ્વારા કમાવવામાં આવેલી રેવન્યુ ભારત માટે છે. મંત્રીએ ચૂંટણી પર ટિપ્પણી પર કરતા કહ્યું કે પોતાના રાજ્યના ફાઈનાન્સને સમજો અને પોતાના બજેટમાં તેનો હિસાબ આપો. પોતાની સબસિડીની ચુકવણી કરો અને અમારી પાસેથી આશા ન રાખો.

    કોર્પોરેટ સંઘવાદના વિષય પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે કોર્પોરેટ સંઘવાદના નામ પર તે ઈચ્છતા નથી કે કેન્દ્રીય તપાસ બ્યુરો(સીબીઆઈ) આવે, તેનો અર્થ છે કે તે ભષ્ટ્રાચારને સાચો ઠેરાવી રહ્યાં છે. મંત્રીએ વધુમાં કહ્યું કે વિપક્ષ લોકોને ગેરમાર્ગે દોરવા માંગે છે.

    આ પણ વાંચો: રાજનાથ સિંહે કહ્યું- 1971ના યુદ્ધ દરમિયાન જ થવો જોઈતો હતો POKનો નિર્ણય

    રાજ્યોના વિકાસ પર મંત્રીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી કારોબારને ગંભીરતાથી લે છે. બારામતી અને જહીરાબાદના પોતાના તાજેતરના પ્રવાસ પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું અમે જમીન સ્તેર પાર્ટીને મજબૂત કરવા માંગીએ છીએ. અમે તમિલનાડુમાં પક્કડ બનાવી રહ્યાં છે. ભાજપ કેરળના લોકોની સેવા માટે કામ કરી રહ્યું છે. એક સમય આવશે જ્યારે ભાજપ લોકોની કલ્પના પર કબ્જો કરવામાં સક્ષમ હશે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Finance minister nirmala sitharaman, FM Nirmala sitharaman, Nirmala Sitaraman

    विज्ञापन
    विज्ञापन