નિર્ભયા ગેંગરેપના દોષિતોને 16 ડિસેમ્બરે ફાંસી આપવાની શક્યતા, તૈયારી શરૂ

News18 Gujarati
Updated: December 9, 2019, 9:15 AM IST
નિર્ભયા ગેંગરેપના દોષિતોને 16 ડિસેમ્બરે ફાંસી આપવાની શક્યતા, તૈયારી શરૂ
પ્રતીકાત્મક તસવીર

નિર્ભયા કાંડના ચાર દોષિતોને ફાંસી આપવાની તૈયારી શરૂ, વધસ્તંભ પર ચઢાવતાં પહેલા ટ્રાયલ કરવામાં આવે છે

  • Share this:
મેરઠ : નિર્ભયા ગેંગરેપ (Nirbhya Gangrape)ના દોષિતો (Convicts)ને ફાંસી આપવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, 16 ડિસેમ્બરે તમામ દોષિતોને ફાંસી આપવામાં આવી શકે છે. જે સ્થળે ફાંસી આપવામાં આવશે, ત્યાં સાફ-સફાઈનું કામ પણ શરૂ થઈ ગયું છે. દોષી વિનય શર્મા તરફથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind)ની પાસે દાખલ કરવામાં આવેલી દયાની અરજી (Mercy Plea)ને ગૃહમંત્રાલયે નામંજૂર કરવાની ભલામણ કરી છે. નોંધનીય છે કે હૈદરાબાદની મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને પછી બાળીને હત્યા કરવાનો મામલો (Hyderabad Gangrape Murder Case) સામે આવ્યા બાદ નિર્ભયાના દોષિતોને ફાંસી આપવાની માંગ વધુ ઉગ્ર બની છે.

એક દોષીનું થઈ ચૂક્યું છે મોત

નિર્ભયા ગેંગરેપ મામલામાં 6 દોષિતોમાંથી એકનું જેલમાં જ મોત થઈ ચૂક્યું છે જ્યારે એક સગીર દોષી સજા કાપીને જેલથી બહાર આવી ચૂક્યો છે. બચેલા ચાર દોષિતોની દયા અરજી રાષ્ટ્રપતિની પાસે પેન્ડિંગ છે. આ કારણે તેમની વિરુદ્ધ આગળની કાર્યવાહી નથી કરી શકાઈ. આશા છે કે ગૃહ મંત્રાલયની ભલામણ બાદ રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં દયા અરજી પર નિર્ણય લેશે. એવામાં જો નિર્ભયા કાંડના ગુનેગારીને ફાંસી થાય છે તો માનવામાં આવી રહ્યું છે કે મેરઠના પવન જલ્લાદને જ તેની જવાબદારી સોંપવામાં આવશે. જોકે, હજુ સુધી અધિકૃત રીતે પવન સાથે તેના માટે સંપર્ક કરવામાં આવ્યો નથી.

પવન જલ્લાદે પણ ફાંસી આપવાની માંગ કરી હતી

ન્યૂઝ18 સાથે એક્સક્લૂસિવ વાતચીત કરતાં પવન જલ્લાદ (Pawan Jallad)એ નિર્ભયા કાંડના દોષિતોને ફાંસી આપવાની માંગ ઉઠાવી હતી. તેઓએ કહ્યુ હતું કે આવા જધન્ય કાંડના ગુનેગારોને ફાંસી જ આપવી જોઈએ, જેથી બીજા અપરાધી પણ તેને જોઈ ડરી જાય. તેમના મનમાં પણ આવો અપરાધ કરતાં પહેલા ફાંસીનો ડર રહે.

ફાંસી પહેલા કરવામાં આવે છે ટ્રાયલપવન જલ્લાદે જણાવ્યું કેપ, ફાંસી આપતા પહેલા ટ્રાયલ કરવામાં આવે છે જેથી ફાંસી આપતી વખતે કોઈ ભૂલ ન થાય. ફાંસીના ફંદાથી કોઈ પણ અપરાધી મર્યા વગર પરત ન આવી શકે. તેઓએ માંગ કરી છે કે નિર્ભયા કાંડના આરોપીઓને કોર્ટે ફાંસી આપી છે અને તેમને જ ફાંસી આપવાની તક આપવામાં આવે.

આ પણ વાંચો, પવન જલ્લાદે કહ્યુ- ફાંસીની તૈયારી માટે બે દિવસ પૂરતા, દિલ્હી આવી રહ્યો છું
Published by: Mrunal Bhojak
First published: December 9, 2019, 9:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading