નિર્ભયાનાં દોષીઓને ફાંસીએ લટકાવવા પવન જલ્લાદ તૈયાર, આપાઇ ડમી ફાંસી

News18 Gujarati
Updated: March 18, 2020, 10:38 AM IST
નિર્ભયાનાં દોષીઓને ફાંસીએ લટકાવવા પવન જલ્લાદ તૈયાર, આપાઇ ડમી ફાંસી
દોષીઓને ડમી ફાંસી આપવામાં આવી.

જલ્લાદ પવન મંગળવારે સાંજે જ તિહાર પહોંચી ગયો હતો. આજે સવારે જલ્લાદે ડમી ફાંસી આપી

  • Share this:
નવી દિલ્હી : નિર્ભયાના (Nirbhaya case) ચારેય અપરાધી અક્ષય, પવન, વિનય અને મુકેશને 20 માર્ચનાં રોજ ફાંસી થવાની છે. તિહાર જેલ (Tihar Jail) પ્રસાશને આ અંગેની બધી જ તૈયારીઓ કરી લીધી છે. પવન (Pavan) જલ્લાદને મેરઠ જેલથી ખાસ તિહાડ બોલાવવામાં આવ્યો છે. જલ્લાદ પવન મંગળવારે સાંજે જ તિહાર પહોંચી ગયો હતો. આજે સવારે જલ્લાદે ડમી ફાંસી આપી. તિહાર જેલનાં પ્રસાશને આ જાણકારી ન્યૂઝ એજન્સી એએનઆઇને આપી હતી.

મળતી માહિતી પ્રમાણે, આ ડમી ફાંસીમાં વજનવાળા બાચકા લટકાવવામાં આવ્યાં હતા અને ફાંસીના ફંદાની મજબૂતીની ચકાસણી કરવામાં આવશે. અપરાધીઓ પાસે રહેલા બધા જ કાયદાકીય વિકલ્પો પૂર્ણ થઇ જતા હવે ફાંસીએ લટકાવવામાં વિલંબ નહીં થાય તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : ઇરાન જઇને આવેલા ભારતીય સેનાનાં જવાનને Coronavirus, બહેન-પત્નીને પણ કર્યા આઇસોલેટ

આરોપીઓના 13 પરિવારજનોએ ઈચ્છામૃત્યુ માંગી

આરોપીઓનાં વૃદ્ધ માતા-પિતા, ભાઈ-બહેન તથા બાળકો સહિત 13 પરિવારજનોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ચિઠ્ઠી લખીને ઈચ્છામૃત્યુની માંગ કરી હતી. ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું હતું કે, અમારી અપીલને સ્વીકાર કરો અને ભવિષ્યમાં થનારા કોઈ પણ ગુનાને રોકો. જેથી નિર્ભયા જેવી બીજી ઘટના ન બની શકે અને કોર્ટે આવું ન કરવું પડે કે એક સ્થળ પર પાંચ લોકોને ફાંસી આપવી પડે. તેમણે ચિઠ્ઠીમાં લખ્યું કે, એવો કોઈ પાપી નથી, જેણે માફ ન કરવામાં આવે.

આ પણ વાંચો : તાંબુ કે તાંબા મિશ્રિત ધાતુ કોરોનો વાયરસને મારી શકે છે : રિસર્ચમાં દાવો16 ડિસેમ્બરની એ રાતે શું થયું હતું?

દિલ્હીમાં પેરામેડિકલ વિદ્યાર્થી સાથે 16 ડિસેમ્બર, 2012ની રાતે ચાલતી બસમાં દુષ્કર્મ થયું હતું. ગંભીર ઈજાઓના કારણે 26 ડિસેમ્બરે સિંગાપુરમાં સારવાર દરમિયાન નિર્ભયાનું મોત થઈ ગયું હતું. ઘટનાના 9 મહિના બાદ એટલે સપ્ટેમ્બર 2013માં નીચલી કોર્ટે પાંચ આરોપીઓ રામ સિંહ, પવન, વિનય અને મુકેશને ફાંસી આપવાની સજા સંભળાવી હતી. માર્ચ 2014માં હાઈકોર્ટે મે 2017માં સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા યથાવત રાખી હતી. ટ્રાયલ દરમિયાન મુખ્ય આરોપી રામ સિંહે તિહાર જેલમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
First published: March 18, 2020, 10:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading