નિર્ભયાની માતાએ આપ્યો કંગનાને સાથ, કહ્યું- હું મા છું પણ મહાન નથી બનવા માંગતી

નિર્ભયાની માતાએ આપ્યો કંગનાને સાથ, કહ્યું- હું મા છું પણ મહાન નથી બનવા માંગતી
નિર્ભયાની માતાએ ઈન્દિરા જયસિંહ તરફ ઈશારો કરતાં કહ્યું કે આ લોકો માનવ અધિકારોના નામે માત્ર વેપાર કરે છે અને અપરાધીઓને બચાવે છે

નિર્ભયાની માતાએ ઈન્દિરા જયસિંહ તરફ ઈશારો કરતાં કહ્યું કે આ લોકો માનવ અધિકારોના નામે માત્ર વેપાર કરે છે અને અપરાધીઓને બચાવે છે

 • Share this:
  નવી દિલ્હી : નિર્ભયાની માતા આશા દેવી (Asha Devi)એ વરિષ્ઠ વકીલ અને સામાજિક કાર્યકર્તા ઈન્દિરા જયસિંહ (Indira Jaising) વિરુદ્ધ અભિનેત્રી કંગના રનૌટ (Kangana Ranaut)એ આપેલા નિવેદનનું સમર્થન કર્યું છે. તેઓએ ઈન્દિરા જયસિંહના નિવેદનને ઘૃણાસ્પદ કરાર કર્યું છે. આશા દેવીએ કહ્યું કે, હું મા છું, પરંતુ હું મહાન બનવા નથી માંગતી. તેઓએ વકીલ ઈન્દિરા જયસિંહ તરફ ઈશારો કરતાં કહ્યું કે આ લોકો માનવ અધિકારોના નામે માત્ર વેપાર કરે છે અને અપરાધીઓને બચાવે છે. નોંધનીય છે કે, અભિનેત્રી કંગના રનૌટે નિર્ભયા ગેંગરેપ (Nirbhaya Gangrape Case) પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. કંગનાએ કહ્યું હતું કે આવા લોકોને સૌની સામે ફાંસી પર લટકાવી દેવા જોઈએ.

  કંગનાએ કહી હતી આ વાત  આ દરમિયાન કંગનાએ વકીલ ઈન્દિરા જયસિંહની વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. કંગનાએ કહ્યું હતું કે, ઈન્દિરા જયસિંહ જેવી મહિલાઓના કોખથી બળાત્કારી જન્મે છે. આવી મહિલાઓને બળાત્કારીઓની સાથે 4 દિવસ જેલમાં રાખવી જોઈએ. નોંધનીય છે કે, ઈન્દિરા જયસિંહે થોડા દિવસ પહેલા જ નિર્ભયાની માતા આશા દેવીને અપીલ કરી હતી કે તેમને સોનિયા ગાંધીની જેમ દોષિતોને માફ કરી દેવા જોઈએ. જોકે, નિર્ભયાની માતાએ ઈન્દિરા જયસિંહના આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી.

  વકીલ ઈન્દિરાએ કરી હતી દોષિતોને માફ કરવાની અપીલ

  ઉલ્લેખનીય છે કે, ઈન્દિરા જયસિંહના નિવેદન પર નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું હતું કે, હું એ વિચારી પણ નથી શકતી કે ઈન્દિરા જયસિંહે કેવી રીતે નિર્ભયાના દોષિતોને માફ કરવાની અપીલ કરી. હું સુપ્રીમ કોર્ટમાં તેમને અનેકવાર મળી છું, પરંતુ એક વાર પણ તેઓએ આ વિશે મારી સાથે વાત નથી કરી અને આજે તેઓ દોષિતોને માફી આપવાની વાત કરી રહી છે. હું હેરાન છું. દુષ્કર્મ કરનારા અપરાધીઓને માફી આપનારા આવા લોકો માનવાધિકારના નામે કલંક છે. આવા જ લોકોના કારણે દેશમાં દુષ્કર્મ જેવી ઘટનાઓ રોકાઈ નથી રહી.

  'ચાર રસ્તે ફાંસીએ લટકાવી દેવા જોઈએ'

  પ્રેસ કોન્ફરન્સમાં કંગનાએ કહ્યું હતું કે, નિર્ભયાના માતા-પિતા આટલા વર્ષોથી પોતાની દીકરીને ગુમાવવાનું દર્દ સહન કરી રહ્યા છે. આવા દોષિતોને ચૂપચાપ મારવાનો શું ફાયદો. આપણે આવા દોષિતોને મારીને પણ કોઈ ઉદાહરણ સેટ નથી કરી શકતા. તેથી આવા દોષિતોને ચાર રસ્તા પર જ ફાંસી પર લટકાવી દેવા જોઈએ. કંગના આ દરમિયાન દોષિતોની સાથે દયા દર્શાવવા પર જોરદાર ભડકી હતી.

  આ પણ વાંચો, નિર્ભયા ગેંગરેપ : ઈન્દિરા જયસિંહની અપીલ પર ભડકી કંગના રનૌટ, કહ્યું- આવી મહિલાની કોખથી જન્મે છે બળાત્કારી
  First published:January 23, 2020, 12:43 pm

  टॉप स्टोरीज