ઈન્દિરા જયસિંહની અપીલથી નિર્ભયાની માતા નારાજ, કહ્યું- આ લોકોના કારણે જ દુષ્કર્મની ઘટનાઓ અટકતી નથી

News18 Gujarati
Updated: January 18, 2020, 10:59 AM IST
ઈન્દિરા જયસિંહની અપીલથી નિર્ભયાની માતા નારાજ, કહ્યું- આ લોકોના કારણે જ દુષ્કર્મની ઘટનાઓ અટકતી નથી
નિર્ભયાની માતાએ કહ્યું, દુષ્કર્મ કરનારા અપરાધીઓને માફી આપનારા આવા લોકો માનવાધિકારના નામે કલંક છે

નિર્ભયાની માતાએ કહ્યું, દુષ્કર્મ કરનારા અપરાધીઓને માફી આપનારા આવા લોકો માનવાધિકારના નામે કલંક છે

  • Share this:
નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ મામલા (Nirbhaya Gang Rape)ના દોષિતોની ફાંસીની સજા માફ કરવાની વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહ (Indira Jaising)ની અપીલ પર નિર્ભયાની માતા આશા દેવીએ આકરી પ્રતિક્રિયા આપી છે. આશા દેવી (Asha Devi)એ મીડિયા સાથેની વાતચીતમાં આ નિવેદનને લઈ કહ્યું કે, સમગ્ર દેશ ઈચ્છે છે કે નિર્ભયાના દોષિતોને વહેલી તકે ફાંસી પર લટકાવી દેવા જોઈએ, એવામાં ઈન્દિરા જયસિંહ આવી સલાહ આપનારાં કોણ છે. આશા દેવીએ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, તેઓ મહિલા થઈને એક મહિલાનું દર્દ નથી સમજી શકતા. આવા લોકોને સમગ્ર દેશથી માફી માંગવી જોઈએ.

નિર્ભયાની માતાએ કહ્યું કે, હું એ વિચારી પણ નથી શકતી કે ઈન્દિરા જયસિંહએ કેવી રીતે નિર્ભયાના દોષિતોને માફ કરવાની અપીલ કરી. હું સુપ્રીમ કોર્ટમાં તેમને અનેકવાર મળી છું, પરંતુ એકવાર પણ તેમણે આ વિશે મારી સાથે વાત નથી કરી અને આજે તેઓ દોષિતોને માફ કરવાની વાત કરી રહ્યાં છે. હું હેરાન છું. દુષ્કર્મ કરનારા અપરાધીઓને માફી આપનારા આવા લોકો માનવાધિકારના નામે કલંક છે. આ લોકોનાં કારણે જ દેશમાં દુષ્કર્મ જેવી ઘટનાઓ અટકતી નથી.

ઈન્દિરા જયસિંહે આપ્યું હતું આવું નિવેદન

મૂળે, નિર્ભયાના ચારેય દોષિતોની ફાંસીની તારીખ લંબાયા બાદ વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે શુક્રવારે દોષિતોને માફ કરવાની અપીલ કરી હતી. જયસિંહે પોતાના એક નિવેદનમાં નિર્ભયાની માતાને અપીલ કરી હતી કે તેઓ સોનિયા ગાંધીની જેમ દોષિતોને માફ કરી દે. ઈન્દિરા જયસિંહે કહ્યું હતું કે જે રીતે સોનિયા ગાંધીએ રાજીવ ગાંધીના હત્યા મામલામાં દોષી નલિનીને માફ કરી દીધી હતી, તેવી જ રીતે નિર્ભયાની માતાને પણ માફી આપવી જોઈએ.

આ પણ વાંચો, નિર્ભયાની માતાને વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહની અપીલ, સોનિયાની જેમ દોષિતોને માફ કરી દો
First published: January 18, 2020, 10:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading