નિર્ભયા કેસ : સુપ્રીમ કોર્ટે પવનની અરજી ફગાવી, શું કાલે ફાંસી અપાશે?

News18 Gujarati
Updated: March 2, 2020, 11:43 AM IST
નિર્ભયા કેસ : સુપ્રીમ કોર્ટે પવનની અરજી ફગાવી, શું કાલે ફાંસી અપાશે?
ફાંસીની સજાનો સામનો કરી રહેલા ચાર દોષિતો પૈકીના એક પવન કુમાર ગુપ્તાની ક્યૂરેટિવ પીટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

ફાંસીની સજાનો સામનો કરી રહેલા ચાર દોષિતો પૈકીના એક પવન કુમાર ગુપ્તાની ક્યૂરેટિવ પીટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

  • Share this:
નવી દિલ્હી : વર્ષ 2012ના નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યા (Nirbhaya Gang Rape) કેસમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલા ચાર દોષિતો પૈકી એક પવન કુમાર ગુપ્તાની ક્યૂરેટિવ પીટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સોમવારે તેની સુનાવણી બંધ બારણે કરવામાં આવી.

આ અરજીની સુનાવણી પાંચ જજોની બન્ચે કરી, જેમાં જસ્ટિસ એન. વી. રમણ, જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ આર. એફ. નરીમન, જસ્ટિસ આર. ભાનુમતિ અને જસ્ટિસ અશોક ભૂષણ સામેલ હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ત્રીજી વાર 3 માર્ચ માટે પવન ગુપ્તા સહિત ચાર દોષિતો વિરુદ્ધ પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરન્ટ જાહેર કર્યું હતું.

પવનની પાસે હજુ એક વિકલ્પ

પવન કુમાર જ એક માત્ર એવો દોષી છે જેની પાસે હજુ કેટલાક કાયદાકિય વિકલ્પ બચ્યા હતા. તેમાં ક્યૂરેટિવ પિટીશન તો ફગાવી દેવામાં આવી છે. હવે માત્ર દયા અરજીનો વિકલ્પ બચ્યો છે. પવનના વકીલ એ.પી. સિંહે કહ્યું કે હવે રાષ્ટ્રપતિની પાસે દયાર અરજી કરશે.

તેની સાથે જ ચારેય દોષિતોની શારીરિક અને માનસિક સ્થિતિ જાણવ માટે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (એનએચઆરસી)ને નિર્દેશ આપવાની માંગને લઈ શનિવારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છૈ. તેની ઉપર પણ આજે સુનાવણી થઈ શકે છે. આ ઉપરાંત ફાંસી પર સ્ટેની માંગવાળી અરજી ઉપર પણ સુનાવણી થશે.

ડૅથ વૉરન્ટ ઇસ્યૂ થઈ ચૂક્યું છે

દક્ષિણ દિલ્હીમાં 16 ડિસેમ્બર 2012ના રોજ ચાલતી બસમાં એક યુવતી સાથે સામૂહિક બળાત્કારની ઘટના બની હતી અને દોષિતોએ દુષ્કર્મ આચર્યા બાદ યુવતીને બસથી ફેંકી દીધી હતી. થોડા દિવસ બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ કેસમાં દોષિતોની વિરુદ્ધ ડૅથ વૉરન્ટ ઇસ્યૂ થઈ ચૂક્યું છે.

દોષી પવન અને એક અન્ય દોષી અક્ષય સિંહે પણ દિલ્હીની નીચલી કોર્ટનો દરવાજો ખખડાવતા ડૅથ વૉરન્ટ પર રોક લગાવવાનો અનુરોધ કર્યો છે. જ્યારે નીચલી કોર્ટે અરજીઓ પર તિહાડ જેલ પ્રશાસનને નોટિસ જાહેર કરી અધિકારીઓને સોમવાર સુધી પોતાના જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. બીજી તરફ, અક્ષયે દાવો કર્યો છે કે તેણે રાષ્ટ્રપતિની સમક્ષ નવી દયા અરજી દાખલ કરી છે જે પેન્ડિંગ છે, જ્યારે પવને કહ્યું છે કે તેમણે સુપ્રીમ કોર્ટની સમક્ષ સુધારાત્મક અરજી દાખલ કરી છે.

આ પણ વાંચો, આસામમાં 12 વર્ષની બાળકી સાથે ગેંગરેપ, ઝાડથી લટકાવી હત્યા કરી, 7 સગીર સ્ટુડન્ટ ઝડપાયા
First published: March 2, 2020, 11:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading