EXCLUSIVE: નિર્ભયાની મા ને આજે પણ છે એ વાતનું દર્દ...

  • Share this:
    રાજધાની દિલ્હીમાં 16 ડિસેમ્બર 2012ના રોજ થયેલ નિર્ભયા ગેંગરેપ મામલામાં ત્રણ દોષીઓની પુનર્વિચાર અરજી પર સુપ્રિમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. નિર્ભયાની મા આશાદેવીએ news18hindi સાથેની વાતચીતમાં કહ્યું કે, આટલા લાંબા સમય બાદ પણ તે ન્યાયથી દુર છે. સુપ્રિમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ પણ રાષ્ટ્રપતિ પાસે અપીલ કરવામાં આવશે અને એકવાર ફરી ન્યાયની રાહ જોવી પડશે.

    આશા દેવીએ કહ્યું કે, દેશના સૌથી જધન્ય કાંડમાં ન્યાય માંગતા 6 વર્ષ વીતી ગયા. આ એક ઘણો લાંબો સમય છે. ન્યાય મળવામાં જે મોડુ થયું તેનું ખુબ દુખ છે. આનો પ્રભાવ એ દીકરીઓ પર પણ પડી રહ્યો છે, જેમની સાથે આવી હલકી પ્રકારનું કામ કૃત્ય કરવામાં આવ્યું છે. તેમના મામલા પણ આજ રીતે અટકેલા છે.

    આસાદેવીએ કહ્યું કે, સજા તો મળે, પરંતુ સમયસર ન મળે, તો તે સજાનું કોઈ મહત્વ નથી રહેતુ. આ મામલામાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જરૂર ઝડપી સુનાવણી થઈ, પરંતુ સુપ્રિમ કોર્ટમાં આ મામલો પહોંચ્યો ત્યારબાદ ન્યાયની આશામાં ચાર વર્ષ વીતી ગયા. ફાસ્ટ ટ્રેકમાં ઝડપી ચુકાદો આવ્યા બાદ સુપ્રિમ કોર્ટમાં જઈ ન્યાય આપવામાં આટલો સમય થયો તો તેનો ફાયદો શું થયો?

    આશા દેવી કહે છે કે, ન્યાયમાં મોડુ થવાના કારણે રોજ બરોજ આવી ઘટનાઓ દેશમાં થઈ રહી છે. લોકોના મનમાં કાયદાનો કોઈ ભય જ નથી. નરાધમોને ખબર છે કે, ન્યાય વ્યવસ્થા એવી છે કે, તેમને ઝડપી સજા નહીં મળે. આવા ગુનાઓમાં જરૂરી છે કે, અપરાધિઓને ઝડપી સજા આપવામાં આવે.

    સુપ્રિમ કોર્ટ દ્વારા આજે દોષિઓની અપિલ ફગાવી દેવામાં આવી છે, પરંતુ એ પણ ખબર છે કે, હવે રાષ્ટ્રપતિ પાસે અપિલ કરવામાં આવશે. દોષીઓ પાસે વિકલ્પ છે જ, પરંતુ અમારા નસીબમાં તો માત્ર રાહ જોવાનું જ લખ્યું છે. હું અંત સુધી ન્યાયની લડાઈ લડીશ.
    Published by:kiran mehta
    First published: