Nirbhaya Gangrape: ચારે દોષિતને 22 જાન્યુઆરી સવારે 7 વાગ્યે અપાશે ફાંસી

નિર્ભયા ગેંગરેપ કેસ મામલે કોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો

આ મામલો 2012નો છે, ચાલતી બસમાં એક 23 વર્ષની પેરામેડિકલ સ્ટુડન્ટ સાથે 6 લોકોએ હેવાનીયતની તમામ હદ પાર કરી ગેંગરેપ કર્યો હતો

  • Share this:
    દિલ્હીમાં વર્ષ 2012ના બહુચર્ચિત ગેંગરેપ કેસના મુખ્ય 4 દોષિઓને ફાંસીની સજાની તારીખની જાહેરાત કોર્ટે કરી છે. પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના ચારે દોષિઓ માટે આજે સજાની તારીખ નક્કી કરી દીધી છે. કોર્ટે ચારે આરોપીને 22 જાન્યુઆરી સવારે સાત વાગ્યે ફાંસી આપવાની તારીખ નક્કી કરી છે. આ પહેલા કોર્ટે દોષિઓની ડેથ વોરંટ પર સુનાવણીને 7 જાન્યુઆરી સુધી ટાળી દીધી હતી. આ પહેલા નિર્ભયા ગેંગરેપ મામલામાં ફાંસીની સજા મેળવનારા ચારે દોષિઓમાંથી એક દોષિના પિતાએ ફાંસીની સજા ટાળવાની કોશિસ કરી હતી, જે સોમવારે બેકાર થઈ ગઈ હતી. પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ કેસના એકમાત્ર સાક્ષી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની અરજી ફગાવી દીધી હતી.

    ઉલ્લેખનીય છે કે, નિર્ભયાના દોષી પવન ગુપ્તાએ રપટિયાલા હાઉસ કોર્ટમાં કેસના એકમાત્ર સાક્ષી અવનીદ્ર પાંડે વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. અરજીમાં દોષી પવને નિર્ભયાના મિત્ર પર આરોપ લગાવ્યો હતો કે, તેણે પૈસા લઈ ગવાહી આપી છે. જેથી તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી જોઈએ. જોકે, કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. તમને જણાવી દઈએ કે, દોષિ પવન કુમાર ગુપ્તાની આ અરજી દિલ્હી હાઈકોર્ટમાં પહેલા જ ફગાવી દેવામાં આવી છે.

    આગળ શું થઈ થશે?
    અભિયોજન પક્ષના વકિલ રાજીવ મોહનનું કહેવું છે કે, રાષ્ટ્રપતિ પાસે દયા અરજી પેન્ડિંગ હોવા અને ક્યૂરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટમાં દાખલ ન હોવા છતા કોર્ટ ડેથ વોરંટ જાહેર કરવામાં આવી શકે છે. એ અલગ વાત છે કે, ડેથ વોરંટ પર સુપ્રીમ કોર્ટ ક્યૂરેટિવ પિટીશનના આધાર પર રોક લગાવી શકે છે, પરંતુ આનાથી ફાંસીની પ્રક્રિયા આગળ વધશે.

    ઉલ્લેખનીય છે કે, આ મામલો 16 ડિસેમ્બર 2012ની રાત્રીનો છે. ચાલતી બસમાં એક 23 વર્ષની પેરામેડિકલ સ્ટુડન્ટ સાથે 6 લોકોએ ગેંગરેપ કર્યો. ત્યારબાદ તમામ હવસખોરોએ મળીને તમામ હેવાનીયતની હદ પાર કરી દીધી. બાદમાં પેરામેડિકલ સ્ટુડન્ટને મરવા માટે રસ્તા પર ફેંકી દીધી. સારવાર દરમિયાન થોડા દિવસ બાદ તેનું મોત થયું હતું. આ અપરાધ માટે પવન, મુકેશ, અક્ષય અને વિનયને મોતની સજા સંભળાવવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી રામ સિંહે ટ્રાયલ દરમિયાન તિહાડ જેલમાં આત્મહત્યા કરી લીધી હતી, જ્યારે એક અન્ય નાબાલિગ 3 વર્ષ બાળ સુધાર ગૃહમાં રહ્યા બાદ છૂટી ચુક્યો છે.
    Published by:kiran mehta
    First published: