નિર્ભયા ગેંગરેપ : ચારેય દોષિતોને 20મી માર્ચે ફાંસી અપાશે, પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વૉરંટ કાઢ્યું

News18 Gujarati
Updated: March 5, 2020, 3:25 PM IST
નિર્ભયા ગેંગરેપ : ચારેય દોષિતોને 20મી માર્ચે ફાંસી અપાશે, પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વૉરંટ કાઢ્યું
નિર્ભયાના દોષિતો.

રાષ્ટ્રપતિએ પવનની દયા અરજી ફગાવી દેતા નિર્ભયા મામલામાં ચારેય દોષિતો સામે પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વૉરંટ કાઢ્યું છે.

  • Share this:
નવી દિલ્હી : પટિયાલા હાઉસ કોર્ટે (Patiala House Court) નિર્ભયા ગેંગરેપ (Nirbhaya Gangrape Case) મામલામાં નવું ડેથ વૉરંટ (Death warrant) કાઢ્યું છે. જે પ્રમાણે આગામી 20મી માર્ચના રોજ ચારેય દોષિતોને ફાંસીને સજા આપવામાં આવશે. નવા ડેથ વૉરંટ મામલે આજે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઈ હતી. દોષિતો તરફથૂ રજૂ થયેલા વરિષ્ઠ વકીલ એ.પી. સિંહે જણાવ્યું કે ગુરુવારે થનારી સુનાવણી અંગે તેમને તિહાડ જેલ (Tihar Jail)ના તંત્રએ નોટિસ આપી ન હતી. બીજી તરફ તિહાડ જેલ તંત્ર તરફથી હાજર રહેલા વકીલે જણાવ્યું હતું કે નોટિસ ચોથી માર્ચના રોજ ઇ-મેઇલ કરીને મોકલવામાં આવી હતી. નિર્ભયાના દોષિતોને 20મી માર્ચના રોજ વહેલી સવારે સાડા પાંચ વાગ્યે ફાંસીએ લટકાવી દેવામાં આવશે.

નોંધનીય છે કે ચારેય દોષિતો વિરુદ્ધ ચોથી વખત ડેથ વૉરંટ કાઢવામાં આવ્યું છે. આ પહેલા ત્રીજી માર્ચના રોજ ફાંસી આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ દોષી પવનની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પડતર હોવાથી ફાંસી આપી શકાઈ ન હતી.

દોષિતો પાસે તમામ વિકલ્પ ખતમઆ પહેલા સુનાવણી દરમિયાન સરકાર વકીલ રવિ કાજીએ કોર્ટને જણાવ્યું હતું કે દોષિતોના તમામ કાયદાકીય વિકલ્પો ખતમ થઈ ગયા છે. આ પહેલા દોષિતોના વકીલ એ.પી.સિંહે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી શરૂ થતા જ વધારાનો સમય આપવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમને દોષી પવન ગુપ્તાને મળવા માટે સમય જોઈએ છે. એ.પી. સિંહે કોર્ટને જણાવ્યું કે પવનને એ વાત નથી સમજાઈ રહી કે રાષ્ટ્રપતિએ તેની અરજી શા માટે રદ કરી છે? જે બાદમાં તિહાડ જેલ તંત્રએ કોર્ટમાં કહ્યું હતું કે દોષી પાસે તમામ કાયદાકીય વિકલ્પ સમાપ્ત થઈ ગયા છે. આથી ડેથ વૉરંટની નવી તારીખ નક્કી કરી શકાય છે.

આ પણ વાંચો :  જલ્લાદને કેટલો પગાર મળે? પશ્ચિમ બંગાળનો એક જલ્લાદ ફાંસીના દોરડામાંથી લોકેટ બનાવી વેચતો હતો
First published: March 5, 2020, 2:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading