નિર્ભયાના દોષી પવન કુમારે SCનો દરવાજો ખખડાવ્યો, ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની માંગ

News18 Gujarati
Updated: February 28, 2020, 5:59 PM IST
નિર્ભયાના દોષી પવન કુમારે SCનો દરવાજો ખખડાવ્યો, ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની માંગ
પવન કુમાર ગુપ્તા. (ફાઇલ તસવીર)

નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસમાં શુક્રવારે ચોથા દોષી પવન કુમાર ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં ભૂલ સુધાર અરજી દાખલ કરી છે.

  • Share this:
નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ (Nirbhaya Gang Rape) મામલામાં ફાંસીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તમે ફાંસીથી બચવા માટે દોષીતો નવાં નવાં પેંતરા કરી રહ્યા છે. શુક્રવારે ચોથા દોષી પવન કુમાર ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં ભૂલ સુધાર અરજી દાખલ કરી છે. પવને આ અરજીમાં મોતની સજાને આજીવન કેદની સજામાં બદલવાની માંગણી કરી છે. નોંધનીય છે કે નવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે (Patiala House Court) ત્રીજી વખત નવું ડેથ વોરંટ જાહેર કર્યું છે. જે પ્રમાણે દોષિતોને ત્રીજી માર્ચના રોજ સવારે તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવશે. આ અંગે તિહાડ જેલના તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગત દિવસોમાં દોષિતોને પરિવારના લોકોને મળવા દેવાની વાત કરવામાં આવી હતી.

પવન કુમાર ગુપ્તાના વકીલ એ.પી.સિંહે જણાવ્યું કે તેમના અસીલ સુધાર અરજીમાં કહ્યું છે કે તેને મોતની સજા ન આપવી જોઈએ. પવન ચારેયમાંથી એકમાત્ર એવો દોષી છે જેણે આજ સુધી સુધાર અરજી કે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી દાખલ કરવાના વિકલ્પનો ઉપયોગ કર્યો નથી.

નિર્ભયા મામલે ગૃહ મંત્રાલય તરફથી એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર પાંચ માર્ચના રોજ ફરીથી સુનાવણી થશે. જેમાં એવી માંગણી કરવામાં આવી છે કે નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલામાં મોતની સજા મેળવેલા દોષિતોને અલગ અલગ ફાંસી આપવાનો નિર્દેશ આપવામાં આવે. આ પહેલા નિર્ભયા ગેંગરેપ અને હત્યાના દોષી વિનય શર્માએ સ્ટેપલ પીન ગળી જવાનો પ્રયાસ કર્યો હતો. જેલ કર્મચારીનં ધ્યાન પડી જતાં તેને રોકી લેવામાં આવ્યો હતો. જે બાદમાં જેલના અધિકારીઓ તેને હૉસ્પિટલ લઈ ગયા હતા અને તેની સારવાર કરાવી હતી. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા પણ વિનયે દીવાલ સાથે માથું અથડાવીને પોતાની જાતને ઈજાગ્રસ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો.

શું છે નિર્ભયા ગેંગરેપ કેસ?

16મી ડિસેમ્બર, 2012ના રોજ 23 વર્ષની પેરામેડિકલ વિદ્યાર્થિની પોતાના એક મિત્ર સાથે દક્ષિણ દિલ્હીના મુનિરકા વિસ્તારમાં બસ સ્ટોપ પર ઉભી હતી. બંને ફિલ્મ જોઈને પબ્લિક ટ્રાન્સપોર્ટની બસની રાહ જોઇ રહ્યા હતા. આ દરમિયાન બંને ત્યાંથી પસાર થઈ રહેલી એક ખાનગી બસમાં બેસી ગયા હતા. ચાલુ બસમાં એક સગીર સહિત છ લોકોએ યુવતી સાથે મારપીટ કરી હતી અને ગેંગરેપ કર્યો હતો. જે બાદમાં નરાધમોએ યુવતીને ચાલુ બસમાંથી નીચે ફેંકી દીધી હતી. ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થયેલી યુવતીને સારવાર માટે એરલિફ્ટ કરીને સિંગાપોર લઈ જવામાં આવી હતી. જ્યાં 29મી ડિસેમ્બરના રોજ તેણીનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટના બાદ પીડિતાને કાલ્પનિક નામ "નિર્ભયા" આપવામાં આવ્યું હતું.
First published: February 28, 2020, 5:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading