નિર્ભયા ગેંગરેપના દોષિતોની આજે છેલ્લી રાત! પટિયાલા હાઉસ કોર્ટે કહ્યું- ફાંસીની તારીખ નહીં બદલાય

News18 Gujarati
Updated: March 2, 2020, 1:52 PM IST
નિર્ભયા ગેંગરેપના દોષિતોની આજે છેલ્લી રાત! પટિયાલા હાઉસ કોર્ટે કહ્યું- ફાંસીની તારીખ નહીં બદલાય
પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલાના દોષી અક્ષયની અરજી ફગાવી દીધી છે

પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલાના દોષી અક્ષયની અરજી ફગાવી દીધી છે

  • Share this:
નવી દિલ્હી : પટિયાલા હાઉસ કોર્ટ (Patial House Court)એ નિર્ભયા ગેંગરેપ (Nirbhaya Gangrape) અને હત્યા (Murder) મામલાના દોષી અક્ષય (Akshay)ની અરજી ફગાવી દીધી છે. અક્ષયે ફાંસીની તારીખ ટાળવાની માંગ કરી હતી, જેને કોર્ટે ઠુકરાવી દીધી છે. નોંધનીય છે કે, કોર્ટે નિર્ભયા મામલાના તમામ ચારેય દોષિતો માટે 3 માર્ચ માટે ડૅથ વૉરન્ટ જાહેર કર્યું છે.

દોષી અક્ષયના વકીલે ફાંસી રોકવાની માંગ કરી હતી

નોંધનીય છે કે, દોષી અક્ષયના વકીલે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરીને 3 માર્ચે આપનારી ફાંસી રોકવાની માંગ કરી હતી. અક્ષયના વકીલ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે તેમના તરફથી રાષ્ટ્રપતિની સમક્ષ દાખલ દયા અરજીમાં પૂરા દસ્તાવેજ નહોતા, જેના કારણે તેની અરજી ફગાવી દેવામાં આવી છે. એવામાં તેને ફરીથી દયા અરજી દાખલ કરવાની મંજૂરી આપવામાં આવે અને ફાંસીના અમલ પર રોક લગાવી દેવામાં આવે.

નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલાના તમામ દોષિતોના તમામ કાયદાકિય વિકલ્પ સમાપ્ત થઈ ચૂક્યા છે. એવામાં કાયદાકિય રીતે તમામ દોષિતોને 3 માર્ચે ફાંસી આપવાનું નક્કી થઈ ચૂક્યું છે. નોંધનીય છે કે પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતોની વિરુદ્ધ 3 માર્ચ માટે ડૅથ વૉરન્ટ જાહેર કર્યું છે.મૂળે, દોષી પવનની અરજીની સુનાવણી સોમવારે પાંચ જજોની બેન્ચે કરી, જેમાં જસ્ટિસ એન.વી. રમણ, જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ આર. એફ. નરીમન, જસ્ટિસ આર. ભાનુમતી અને જસ્ટિસ અશોક ભૂષણ સામેલ હતા.

આ પણ વાંચો, નિર્ભયા કેસ : સુપ્રીમ કોર્ટે પવનની અરજી ફગાવી, શું કાલે ફાંસી અપાશે?
First published: March 2, 2020, 1:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading