નિર્ભયા ગેંગરેપ : દોષી વિનયે કહ્યું- અમને ફાંસી આપવાથી રેપ અટકતા હોય તો અમને લટકાવી દો

News18 Gujarati
Updated: March 19, 2020, 11:08 AM IST
નિર્ભયા ગેંગરેપ : દોષી વિનયે કહ્યું- અમને ફાંસી આપવાથી રેપ અટકતા હોય તો અમને લટકાવી દો
દોષી વિનયની ફાઇલ તસવીર

  • Share this:
નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ અને હત્યાના (Nirbhaya gangrape and murder) મામલામાં દોષીઓએ ફાંસીનાં એક દિવસ પહેલા સુધી સજા રોકવા માટે તમામ પેંતરા અજમાવ્યાં છે. હિન્દી સમાચાર પત્ર નવભારત ટાઇમ્સનાં એક રિપોર્ટ પ્રમાણે, નિર્ભયાનાં ચાર દોષીઓમાંથી એક વિનયે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત તિહાર જેલનાં અધિકારીઓને કહ્યું કે, અમને ફાંસી આપવાથી દુષ્કર્મો બંધ થઇ જાય તો અમને ફાંસી આપવી જોઇએ.

રિપોર્ટ પ્રમાણે વિનયે કહ્યું કે, જો અમને ફાંસી આપવાથી દેશમાં રેપ અટકી જશે, તો બેશક અમને ફાંસી પર લટકાવી દો. પરંતુ આ દુષ્કર્મો રોકાશે નહીં. રિપોર્ટમાં અધિકારીએ તે પણ જણાવ્યું કે, મુકેશને છોડીને એકપણ દોષીઓને જોઇને એવું નથી લાગતું કે, આવતી કાલે આ લોકોને ફાંસી થવાની છે.

દોષિતોને શુક્રવાર સવારે 5.30 વાગ્યે ફાંસી અપાશે. આની પહેલાં નિર્ભયાના ત્રણ દોષિતોના પરિવારજનોએ છેલ્લી મુલાકાત કરી છે. આ દરમ્યાન દોષિતોના પરિવારજનો બંધ રૂમમાં મળ્યા. જોકે, એક દોષી અક્ષયનાં પરિવારવાળા હજુ તેને મળવા આવ્યા નથી. અક્ષયની પત્ની અને તેના માતા-પિતાને મળવા માટે બોલાવામાં આવ્યા છે. તો બીજીબાજુ અક્ષયની પત્નીએ બિહારનાં ઔરંગાબાદની એક ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી દીધી છે.

આ પણ વાંચો - Coronavirus Live : દેશમાં દર્દીઓની સંખ્યા થઇ 170, 31મી માર્ય સુધી 168 ટ્રેન રદ

અક્ષયને મળવા કોઇ ન આવ્યું

તિહાડ જેલના (Tihar jail) એક સૂત્ર એ કહ્યું કે પવન ગુપ્તા અને વિનય શર્માના પરિવારવાળા 29મી ફેબ્રુઆરીના રોજ મુલાકાત કરી ચૂકયા છે. પરિવારજનોની દોષિતો સાથે મુલાકાત દરમ્યાન એકબીજાને ગળે મળ્યા. મુલાકાત દરમ્યાન બંને દોષિત ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા. આ દરમ્યાન જેલના અધિકારીઓએ તેમને દિલાસો આપ્યો. મુકેશ સિંહને 2 માર્ચના રોજ તેનો પરિવાર મળવા આવ્યો. મુલાકાત દરમ્યાન મુકેશ ગુમસુમ રહ્યો પરંતુ અધવચ્ચે તેના પરિવારજનો રડી પડ્યા હતા. મુકેશ મુલાકાત દરમ્યાન પરિવારજોને કહેતો હતો કે, તેની પાસે હજુ પણ કેટલાંક કાયદાકીય વિકલ્પ છે. આપને જણાવી દઇએ કે દિલ્હી હાઇકોર્ટે બુધવારના રોજ મુકેશની અરજી રદ્દ કરી દીધી હતી તેમાં તેણે કહ્યું હતું કે નિર્ભયા ગેંગરેપ દરમ્યાન તે દિલ્હીમાં નહોતો. અક્ષય ઠાકુરે તિહાડના અધિકારીઓને કહ્યું હતું કે તેમના પરિવારજનો બુધવારના રોજ તેને મળશે. એક અધિકારીએ કહ્યું કે પત્નીની તલાકની અરજી ફાઇલ કર્યા બાદ હવે તેણે પોતાના પરિવારજનોને મળવાની આશા છોડી દીધી છે.
First published: March 19, 2020, 11:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading