નિર્ભયા કેસ : દોષિતોની ફાંસી પર આજે થશે સુનાવણી, નવું ડેથ વોરન્ટ ઇસ્યૂ થવાની શક્યતા

News18 Gujarati
Updated: February 17, 2020, 7:42 AM IST
નિર્ભયા કેસ : દોષિતોની ફાંસી પર આજે થશે સુનાવણી, નવું ડેથ વોરન્ટ ઇસ્યૂ થવાની શક્યતા
ત્રણ દોષિતોના તમામ વિકલ્પ પૂરા થઈ ચૂક્યા છે, કોર્ટ ઇસ્યૂ કરી શકે છે ત્રીજું ડેથ વોરન્ટ

ત્રણ દોષિતોના તમામ વિકલ્પ પૂરા થઈ ચૂક્યા છે, કોર્ટ ઇસ્યૂ કરી શકે છે ત્રીજું ડેથ વોરન્ટ

  • Share this:
નવી દિલ્હી : પટિયાલા હાઉસ કોર્ટ (Patiala House Court) રાજ્ય અને નિર્ભયા (Nirbhaya Gang Rape Case)ના માતા-પિતાની અરજી પર આાજે ફરી સુનાવણી કરશે. કોર્ટમાં દોષિતોની વિરુદ્ધ નવેસરથી ડેથ વોરન્ટ ઇસ્યૂ કરવાની માંગ કરવામાં આવી છે. દોષી પવનને કોર્ટ તરફથી ફાળવવામાં આવેલા નવા વકીલ પહેલીવાર મામલામાં પવનનો પક્ષ રજૂ કરશે. તિહાડ જેલ પ્રશાસન અને નિર્ભયાના માતા-પિતા ચારેય દોષિતોને વહેલી તકે ફાંસી આપવા માટે નવા ડેથ વોરન્ટ ઇસ્યૂ કરવાની માંગ કરશે.

દોષી પવન માટે વકીલ પહેલીવાર કરશે રજૂઆત

એડિશનલ સત્ર ન્યાયાધીશ ધમેન્દ્ર રાણા તિહાડ અને નિર્ભયાના માતા-પિતાની અરજી પર સુનાવણી કરશે. અગાઉની સુનાવણીમાં કોર્ટે દોષી પવનના કેસને રજૂ કરવા માટે સરકારી વકીલ રવિ કાજીને નિયુક્ત કર્યા. આ પહેલા અગાઉના વકીલ એ.પી. સિંહ કોર્ટમાં પવન તરફથી રજૂઆત કરતાં હતાં. સોમવારે રવિ કાજી પહેલીવાર દોષી પવન તરફથી પોતાની દલીલો રજૂ કરશે અને એવું પણ જણાવ્યું કે શું પવનની તરફથી ક્યૂરેટિવ કે દયા અરજી કરવામાં આવી કે નહીં. બીજી તરફ નિર્ભયા પક્ષના વકીલ દોષિતોની ફાંસી માટે નવું ડેથ વોરન્ટ ઇસ્યૂ કરવાની માંગ કરશે.

ત્રણ દોષિતોના તમામ વિકલ્પ પૂરા થઈ ચૂક્યા છે

નોંધનીય છે કે, હાલ નિર્ભયાના ત્રણ દોષિતો વિનય, મુકેશ અને અક્ષયના તમામ કાયદાકિય વિકલ્પ ખતમ થઈ ચૂક્યા છે. પરંતુ ચોથા આરોપી પવનની પાસે હજુ પણ ક્યૂરેટિવ અને દયા અરજી દાખલ કરવાનો વિકલ્પ છે. જોકે 5 ફેબ્રુઆરીએ હાઈકોર્ટે દોષિતોને તમામ કાયદાકિય વિકલ્પોના ઉપયોગનું અલ્ટીમેટમ આપી દીધું હતું પરંતુ આ અવધિની વચ્ચે દોષી પવન તરફથી કોઈ અરજી દાખલ નથી કરવામાં આવી.

કોર્ટ ઇસ્યૂ કરી શકે છે ત્રીજું ડેથ વોરન્ટ 

મૂળે, અગાઉની સુનાવણીમાં દોષી પવનના પિતાએ કોઈ પણ કાયદાકિય ઉપચારનો પ્રયોગ કરવાનો ઇન્કાર કર્યો હતો. જો પવન તરફથી ખરેખર ક્યૂરેટિવ કે દયા અરજી દાખલ નથી કરવામાં આવતી તો કોર્ટ નિયમો હેઠળ ચારેય દોષિતોને ફાંસી આપવા માટે નવું ડેથ વોરન્ટ ઇસ્યૂ કરી શકે છે. એવો નિયમ છે કે જો કોઈ દોષીની કોઈ અરજી પેન્ડિંગ નથી તો ડેથ વોરન્ટ ઇસ્યૂ કરવામાં આવી શકે છે. જોકે દોષી પવનની પાસે હજુ પણ ક્યૂરેટિવ અને દયા અરજીનો વિકલ્પ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો, UPના સાઇબર ઠગના ઘરે ગુજરાત પોલીસનો દરોડો, 37 લાખ રોકડા અને ઘરેણાં જપ્ત
First published: February 17, 2020, 7:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading