ફાંસી ટળવા પર નિર્ભયાના પિતાનો આરોપ, કહ્યું -કેજરીવાલ નથી ઇચ્છતા ફાંસી થાય

News18 Gujarati
Updated: January 31, 2020, 8:22 PM IST
ફાંસી ટળવા પર નિર્ભયાના પિતાનો આરોપ, કહ્યું -કેજરીવાલ નથી ઇચ્છતા ફાંસી થાય
પટિયાલા હાઉસ કોર્ટે શુક્રવારે આગામી આદેશ સુધી દોષિતોની ફાંસી પર રોક લગાવી દીધી છે. હવે તેમને 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવશે નહીં

પટિયાલા હાઉસ કોર્ટે શુક્રવારે આગામી આદેશ સુધી દોષિતોની ફાંસી પર રોક લગાવી દીધી છે. હવે તેમને 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવશે નહીં

  • Share this:
નવી દિલ્હી : નિર્ભયા (Nirbhaya)ની માતાએ દિલ્હીની એક કોર્ટ દ્વારા દોષિતોને ફાંસીની સજાનો અમલ ટાળવાના મામલે કહ્યું હતું કે અમારી આશા તુટી ચૂકી છે પણ હું દોષિતોને ફાંસી પર લટાવવા સુધી લડાઇ ચાલું રાખીશ. ઉલ્લેખનીય છે કે પટિયાલા હાઉસ કોર્ટે શુક્રવારે આગામી આદેશ સુધી દોષિતોની ફાંસી પર રોક લગાવી દીધી છે. હવે તેમને 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવશે નહીં. આ બીજી વખત દોષિતોની ફાંસી ટાળવામાં આવી છે. આ પહેલા 22 જાન્યુઆરીએ દોષિતોને ફાંસી આપવાની તારીખ નક્કી કરાઈ હતી.

નિર્ભયાના પિતાએ કહ્યું હતું કે કેજરીવાલ નથી ઇચ્છતા કે ફાંસી થાય. કેજરીવાલ માટે વિજળી, પાણી મહત્વપૂર્ણ છે, મહિલા સુરક્ષા મહત્વપૂર્ણ નથી. કેજરીવાલે કશું કર્યું નથી. ફાંસી ટળવાથી દુ:ખી નિર્ભયાની માતાએ કહ્યું હતું કે હવે હું શું કરું. મારા આંસુ અને મારું દુ:ખ કોઈ જોતું નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જ્યારે ફાંસી ટાળવામાં આવી ત્યારે નિર્ભયાની માતાએ દુ:ખી થઈને સરકારને દખલ આપવા અપીલ કરી હતી.

કેજરીવાલનો જવાબ

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તેમની ઉપર લાગેલા આરોપો પર જવાબ આપ્યો છે. કેજરીવાલે ટ્વિટ કરતા કહ્યું છે કે મને દુ:ખ છે કે નિર્ભયાના અપરાધી કાનૂનના દાવ પેંચ શોધીને ફાંસીને ટાળી રહ્યા છે. તેમને ફાંસી તરત થવી જોઈએ. આપણે આપણા કાનૂનમાં સંશોધન કરવાની સખત જરુર છે જેથી રેપના મામલામાં ફાંસી 6 મહિનાની અંદર થાયસુનાવણી દરમિયાન તિહાડના વકીલે કહ્યું હતું કે વિનયની રાહ જોવાઈ શકે છે પણ બાકી ત્રણ દોષિતોને કાલે ફાંસી આપવામાં આવે. જેની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે લંબિત છે તેને છોડીને બાકી ત્રણને 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવે.
First published: January 31, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading