નિર્ભયા ગેંગરેપ : દોષી વિનયે ફાંસીથી બચવા અજમાવી નવી યુક્તિ, જેલમાં માથું ફોડ્યું

News18 Gujarati
Updated: February 20, 2020, 10:10 AM IST
નિર્ભયા ગેંગરેપ : દોષી વિનયે ફાંસીથી બચવા અજમાવી નવી યુક્તિ, જેલમાં માથું ફોડ્યું
નિર્ભયા કેસનો દોષી વિનય શર્મા (ફાઇલ તસવીર)

પોતાને મેડિકલ અનફિટ પુરવાર કરવા વિનય શર્માએ દીવાલ સાથે માથું ફોડ્યું, તાત્કાલીક હૉસ્પિટલ લઈ જવાયો

  • Share this:
નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ (Nirbhaya Gangrape) અને હત્યાના મામલામાં દોષી વિનય શર્મા (Vinay Sharma)એ પોતાને ફાંસીની સજાથી બચવા માટે વધુ એક ચાલ ચાલી છે. મળતી જાણકારી મુજબ, દોષીએ સેલની દીવાલ સાથે પોતાનું માથું ફોડી દીધું છે, જેમાં તેને ઈજા થઈ છે. તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર કર્યા બાદ ફરી જેલ મોકલી દેવામાં આવ્યો છે.

વિનયે કેમ આવું પગલું ભર્યું?

વિનય શર્માને તિહાડ જેલના બેરેક નંબર-3માં રાખવામાં આવ્યો છે. આ ઘટના 16 ફેબ્રુઆરીએ બની હતી. સૂત્રો અનુસાર વિનયે સેલમાં પોતાનું માથું દીવાલ સાથે ભટકાવ્યું. જોકે તે ફરી આવું કરતો ત્યાં સુધીમમાં બહાર ઊભેલા સિપાહીએ તેને રોકી દીધો. મળતી માહિતી મુજબ દોષી વિનય પોતાને ફાંસીથી બચાવવા માટે ચાલ ચાલી રહ્યો છે. તે પોતાને મેડિકલ અનફિટ કરવાના પ્રયાસમાં છે જેથી તેની ફાંસી ટળી જાય. આ ઘટના બાદ ચારેફ દોષિતોને કડક ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી રહ્યા છે.
ડેથ વૉરન્ટ જાહેર થયા બાદ આક્રમક થઈ ગયા છે દોષી

દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્રીજી વાર ડેથ વૉરન્ટ જાહેર થયા બાદથી જ દોષિતોતના વલણમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. તેમનું વલણ પહેલાથી વધુ આક્રમક થઈ ગયું છે. હવે તેમને નાની-નાની વાતો પર ગુસ્સો આવી રહ્યો છે. સીસીટીવી દ્વાર એક કર્મચારી સતત ચારેય દોષિતો પર નજર રાખી રહ્યા છે.

વકીલ એ.પી. સિંહનો દાવો - વિનયની માનસિક સ્થિતિ ખરાબ

દોષિતોના વકીલ એ.પી. સિંહે દાવો કર્યો કે વિનયની માનસિક સ્થિતિ ઠીક નથી. 17 ફેબ્રુઆરીએ વિનયે પોતાની માતાને ઓળખવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. સિંહે કહ્યું કે નવું ડેથ વૉરન્ટ જાહેર થયા બાદથી વિનયની માનસિક સ્થિતિ વધુ બગડી ગઈ છે.

નિર્ભયાના ચારેય દોષિતોને 3 માર્ચે ફાંસી આપવામાં આવશે. (ફાઇલ તસવીર)


જોકે, જેલ અધિકારીઓનું કહેવું છે કે વિનયની સાથે વાતચીતમાં તેના કોઈ સંકેત નથી મળ્યા. એક અધિકારીએ કહ્યું કે, તે બિલકુલ સ્વસ્થ છે અને હાલમાં જ થયેલા સાઇકોમેટ્રી ટેસ્ટમાં તે બિલકુલ ઠીક લાગ્યો.

મેડિકલ હેલ્થ ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે

સૂત્રોનું કહેવું છે કે જેલ પ્રશાસન એવું નથી ઈચ્છતી કે ડેથ વૉરન્ટ જાહેર થયા બાદ તેમને એવું લાગે કે તેમની સાથે પ્રશાસનનો વ્યવહાર બદલાઈ ગયો છે. તેથી અધિકારી તેમની સાથે જઈને વાતચીત કરે છે. દોષિતોનું સતત કાઉન્સલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સાથોસાથ પરિજનોને મુલકાતનો સમય પણ આપવામાં આવી રહ્યો છે અને મેડિકલ હેલ્થ ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે.

ક્યારે અપાશે ફાંસી?

17 ફેબ્રુઆરીએ કોર્ટે નિર્દેશ આપ્યા હતા કે ચારેય દોષિતો- મુકેશ કુમાર સિંહ (32), પવન ગુપ્તા (25), વિનય કુમાર શર્મા (26) અને અક્ષય કુમાર (31)ને 3 માર્ચના રોજ સવારે 6 વાગ્યે ફાંસી પર લટકાવી દેવામાં આવે અને ત્યાં સુધી લટકાવી રાખવામાં આવે જ્યાં સુધી તેમનું મોત ન થઈ જાય. આ ત્રીજી વાર છે કે આ ચારેય માટે કોર્ટે ડેથ વૉરન્ટ જાહેર કર્યું છે.

નિર્ભયાની માતાએ કહ્યું- આશા છે આ વખતે ફાંસી અપાશે

આ દરમિયાન નિર્ભયાની માતાએ આશા વ્યક્ત કરી છે કે ચારેય દોષિતોને 3 માર્ચે ફાંસી પર લટકાવી દેવામાં આવશે. તેઓએ કહ્યું કે, અમે આશા રાખીએ કે આ આદેશને અંતે લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચો, કમલ હાસનની ફિલ્મ 'ઈન્ડિયન 2'ના સેટ પર દુર્ઘટના, આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિત 3 લોકોનાં મોત
First published: February 20, 2020, 10:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading