નિર્ભયા ગેંગરેપ : 3 માર્ચના રોજ સવારે 6 કલાકે દોષિતોને ફાંસી આપવામાં આવશે

News18 Gujarati
Updated: February 17, 2020, 4:42 PM IST
નિર્ભયા ગેંગરેપ : 3 માર્ચના રોજ સવારે 6 કલાકે દોષિતોને ફાંસી આપવામાં આવશે
નિર્ભયા ગેંગરેપ : 3 માર્ચના રોજ સવારે 6 કલાકે દોષિતોને ફાંસી આપવામાં આવશે

નિર્ભયા ગેંગરેપ કેસના દોષિતો સામે પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કર્યું

  • Share this:
નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ કેસ(Nirbhaya Gangrape)ના દોષિતો સામે પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કર્યું છે. હવે દોષિતોને 3 માર્ચના રોજ સવારે 6 કલાકે ફાંસી આપવામાં આવશે. નિર્ભયા કેસના ચારેય દોષિતોને એક સાથે ફાંસી આપવામાં આવશે. આ પહેલા દોષિતોને 1 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાની હતી પણ તે ટળી ગઈ હતી.

કોર્ટના નિર્ણય પર વાત કરતા નિર્ભયાના પિતાએ કહ્યું હતું કે તે કોર્ટના નિર્ણયથી ખુશ છે. નિર્ભયાની માતાએ આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે આશા છે કે હવે 3 માર્ચે નિર્ભયાના દોષિતોને તેમની સજા મળી જશે. દોષિતોના વકીલ એપી સિંહે કહ્યું હતું કે હજુ પણ કાનૂની વિકલ્પ બાકી છે.

આ પણ વાંચો - ઠગાઈ કરવાના આરોપમાં ભારતીય ક્રિકેટરની ધરપકડ, ધોનીના નામે પણ પડાવી ચૂક્યો છે પૈસા

આ સિવાય સમાચાર છે કે દોષિત વિનય શર્મા ભુખ હડતાળ ઉપર છે. કોર્ટે તિહાડ જેલના અધિક્ષકને નિયમાનુસાર દોષિતોની દેખભાળ કરવાનો આદેશ આપ્યો છે.

શું છે મામલો - ઉલ્લેખનીય છે કે 16 ડિસેમ્બર 2012ની રાત્રે 23 વર્ષની એક પેરામેડિકલ વિદ્યાર્થી પોતાના મિત્ર સાથે દક્ષિણ દિલ્હીના મુનરિકા વિસ્તારમાં બસ સ્ટેશન પર ઉભી હતી. બંને ફિલ્મ જોઈને ઘર પરત ફરી રહ્યા હતા અને તે પબ્લિક ટ્રાન્સફર બસની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થયેલ એક પ્રાઇવેટ બસમાં બેસી ગયા હતા. આ બસમાં એક સગીર સહિત છ લોકોએ યુવતી સાથે બર્બરતાથી મારપીટ અને ગેંગરેપ કર્યો હતો. આ પછી પીડિતાને ચાલતી બસમાંથી ફેંકી દીધી હતી. જેમાં ઈજાગ્રસ્ત થયેલી યુવતીનું 29 ડિસેમ્બર 2012ના રોજ મોત થયું હતું. ઘટના પછી પીડિતાને કાલ્પનિક નામ ‘નિર્ભયા’આપવામાં આવ્યું છે.
First published: February 17, 2020, 4:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading