નિર્ભયા કાંડ : ગરદનનું માપ લેતાં જ ચોધાર આંસુએ રડવા લાગ્યા ચારેય દોષી, ચૂપ કરાવવા બોલાવવા પડ્યા કાઉન્સેલર

જેલના અધિકારીઓએ ગરદનનું માપ લેતાં જ નિર્ભયા કાંડના ચારેય દોષિતો ચોધાર આંસુએ રડવા લાગ્યા

જેલના અધિકારીઓએ ગરદનનું માપ લેતાં જ નિર્ભયા કાંડના ચારેય દોષિતો ચોધાર આંસુએ રડવા લાગ્યા

 • Share this:
  નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ અને હત્યા ના ચારેય દોષિતોને ફાંસી પર લટકાવવાને લઈ સતત કોર્ટ પ્રક્રિયા ચાલી રહી છે. નીચલી કોર્ટે ફાંસીની તારીખ 22 જાન્યુઆરી નક્કી કરી છે. જોકે, આ જધન્ય અપરાધના દોષી તમામ ન્યાયિક વિકલ્પો અજમાવાના પ્રયાસોમાં છે. આ દરમિયાન, તિહાડ જેલ (Tihar Jail)માં નિર્ભયાના દોષિતોને ફાંસી પર લટકાવવાની તૈયારીઓ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, જેલ પ્રશાસને ચારેય દોષિતોના ગળાનું માપ પણ લઈ લીધું છે. જોકે, આ દરમિયાન તમામ દોષી (મુકેશ સિંહ, અક્ષય ઠાકુર, વિનય શર્મા અને પવન ગુપ્તા) ચોધાર આંસુએ રડવા લાગ્યા. ચારેય દોષિત જેલ અધિકારીઓને આજીજી કરવા લાગ્યા હતા.

  દોષિતોને શાંત કરવા બોલાવવા પડ્યા કાઉન્સેલર

  જેલના અધિકારીઓએ ગળાનું માપ લેતાં જ નિર્ભયા કાંડના ચારેય દોષિતો ચોધાર આંસુએ રડવા લાગ્યા. સ્થિતિ એટલી બગડી ગઈ કે જેલ અધિકારીઓએ તેમને ચૂપ કરાવવા અને સાંત્વના આપવા માટે કાઉન્સેલર પણ બોલાવવા પડ્યા. ટાઇમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રકાશિત રિપોર્ટ મુજબ, કાઉન્સેલરની એટલા માટે મદદ લેવી પડી કારણે કે આ લોકો કોઈ ખોટું પગલું ઉઠાવી ન લે. સૂત્રોએ જણાવ્યું કે ડમી ફાંસી દરમિયાન રેતની બોરીઓનો ઉપયોગ કરવામાં આવ્યો, જેનો ભાર દોષિતોના વજનથી લગભગ દોઢ વણું વધું હતું.

  સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ ફગાવી ચૂકી છે અરજી

  નિર્ભયા કાંડના દોષિતો તમામ સંભવિત કાયદાકિય વિકલ્પો અજમાવી રહ્યા છે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટથી આ દોષિતોની અરજી ત્રણ વાર ફગાવવામાં આવી છે. નીચલી કોર્ટ અને હાઈકોર્ટ ફાંસી પર રોક લગાવનારી અરજી ઠુકરાવી દીધા બાદ આ દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ તેઓએ રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી જે પણ ફગાવી દેવાઈ. ત્યારબાદ ચારમાંથી એક દોષીએ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે તેની આ અરજી પણ ફગાવી દીધી હતી. ત્યારબાદ દોષિતો પૈકીના એક મુકેશે ડૅથ વૉરન્ટને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યું હતું. હાઈકોર્ટે તેને ટ્રાયલ કોર્ટ જવાનો આદેશ આપ્યો છે.

  આ પણ વાંચો, બરફના તોફાનમાં જવાન થયો શહીદ, 2 મહિના પહેલા જ બન્યો હતો પિતા
  Published by:Mrunal Bhojak
  First published: