નિર્ભયાના દોષિતોના બધા વિકલ્પ ખતમ, ફાઇનલ તારીખ માટે ગુરુવારે 2 વાગે સુનાવણી

નિર્ભયાના દોષિતોના બધા વિકલ્પ ખતમ, ફાઇનલ તારીખ માટે ગુરુવારે 2 વાગે સુનાવણી
નિર્ભયાના દોષિતોના બધા વિકલ્પ ખતમ, ફાઇનલ તારીખ માટે ગુરુવારે 2 વાગે સુનાવણી

નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના ચારેય દોષિતોએ અલગ-અલગ દયા અરજી દાખલ કરી હતી

 • Share this:
  નવી દિલ્હી : નિર્ભયા મામલા (Nirbhaya case)માં ચાર દોષિયામાંથી એક પવન ગુપ્તાની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ફગાવી દીધા પછી તિહાડ જેલના અધિકારી (Tihar Jail officials) અભિયુક્તોની ફાંસીની સજા પર નવી તારીખ નક્કી કરવા માટે પટિયાલા હાઉસ કોર્ટ (Patiala House court પહોંચ્યા હતા. અભિયોજન પક્ષ તરફથી કોર્ટમાં નવેસરથી ડેથ વોરંટ જાહેર કરવાની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિએ આ મામલામાં અન્ય ત્રણ દોષિતોની દયા અરજી પહેલા જ ફગાવી દીધી છે.

  પટિયાલા હાઉસ કોર્ટમાં નવા ડેથ વોરંટ માટે દાખલ કરેલી અરજી પર અતિરિક્ત સત્ર ન્યાયધિશ ડી રાણાએ દોષિતોને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે. કાલે (ગુરુવારે) બપોરે 2 કલાકે મામલાની સુનાવણી કરવામાં આવશે.

  આ પહેલા નિર્ભયાના માતા-પિતાના વકીલ સીમા કુશવાહાએ કહ્યું હતું કે અમે પટિયાલા કોર્ટમાં નવી અરજી નાખી રહ્યા છીએ કે ફાંસી માટે નવી તારીખ નક્કી કરવામાં આવે. હવે જે તારીખ હશે તે ફાઇનલ તારીખ હશે. જેમાં ચારેય દોષિતોને ફાંસી આપવામાં આવશે. હવે ચારેય દોષિતો પોતાના બધા અધિકાર પુરી રીતે ઉપયોગ કરી ચૂક્યા છે.

  નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના ચારેય દોષિતોએ અલગ-અલગ દયા અરજી દાખલ કરી હતી. જેનાથી ફાંસીમાં લેટ થઈ રહ્યું છે. પવન પહેલા આ મામલાના ત્રણ અન્ય દોષિતોએ દયા અરજી સહિત બધા કાનૂની વિકલ્પો અજમાવી લીધા છે. આ પહેલા પટિયાલા હાઉસ કોર્ટેને કાનૂની પેંચના કારણે ત્રણ વખત ફાંસીની તારીખ ટાળવી પડી છે.
  Published by:News18 Gujarati
  First published:March 04, 2020, 21:11 pm

  ટૉપ ન્યૂઝ