નવી દિલ્હી : નિર્ભયા મામલામાં (Nirbhaya case) ન્યાયમાં થઈ રહેલા વિલંબ અને દોષિયો દ્વારા અજમાવવામાં આવી રહેલા યુક્તિઓ વચ્ચે સુપ્રીમ કોર્ટે (Supreme court) ફાંસીની સજા માટે ગાઇડલાઇન નક્કી કરી દીધી છે. આ મામલાને લઈને કેન્દ્ર સરકાર કોર્ટમાં ગઈ હતી. જેમાં માંગણી કરી હતી કે સજા આપવા માટે એક ગાઇડલાઇન બનાવવામાં આવે. હવે સુપ્રીમ કોર્ટે ગાઇડલાઇન જાહેર કરી છે. જે પ્રમાણે જો હાઇકોર્ટ કોઈને મોતની સજા આપવાની પૃષ્ટિ કરે છે અને સુપ્રીમ કોર્ટ તેની અપીલ પર સુનાવણીની સહમતિ બતાવે છે તો 6 મહિનાની અંદર મામલાને ત્રણ જજોની પીઠમાં સુનાવણી માટે સુચીબદ્ધ કરવામાં આવશે. પછી ભલે અપીલ તૈયાર હોય કે ના હોય.
શીર્ષ અદાલતે આવા મામલામાં મોતની સજા સામે અપીલ માટે સુપ્રીમ કોર્ટના નિર્ણયની તારીખથી છ મહિનાનો સમયગાળો નક્કી કર્યો છે. મામલો સુચીબદ્ધ થયા પછી સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી આ સંબંધમાં મોતની સજા સંભાળવાર કોર્ટને તેની સૂચના આપશે. તેના 60 દિવસની અંદર કેસ સંબંધી બધા રેકોર્ડ સુપ્રીમ કોર્ટ મોકલવામાં આવશે અથવા જે સમય કોર્ટ નક્કી કરે તેનું પાલન થશે.
સર્કુલરમાં આગળ કહેવામાં આવ્યું છે કે કોર્ટના રજા આપવા પર, રજિસ્ટ્રી આ સંબંધમાં સૂચના પ્રાપ્ત થવાના 30 દિવસોની અંદર આગ્રહથી અતિરિક્ત દસ્તાવેજ દાખલ કરી શકે છે. જો આ સંબંધમાં કોઈ અતિરિક્ત દસ્તાવેજ કે સ્થાનીય ભાષાના દેસ્તાવેજોનું ટ્રાન્સલેશન આપવાનું છે તો તે પણ આપવામાં આવે. રજિસ્ટ્રી પક્ષકારોને અતિરિક્ત દસ્વાવેજ માટે 30 દિવસનો વધારે સમય આપી શકે છે. જો નિશ્ચિત સમયમાં આ પ્રક્રિયા પુરી ના થાય તો આ મામલાને રજિસ્ટ્રારની પાસે નહીં પણ જજના ચેમ્બરમાં સુચીબદ્ધ કરવામાં આવશે અને પછી જજ આદેશ જાહેર કરશે.
ઉલ્લેખનીય છે કે નિર્ભયા મામલામાં સજા પામેલા ચારેય દોષિતો સતત ફાંસીની સજા કોઈના કોઈ બહાને પાછી ઠેલવી રહ્યા છે. નીચલે કોર્ટે 31 જાન્યુઆરીએ આગામી આદેશ સુધી ચારેયની ફાંસી પર રોક લગાવી દીધી છે. હાલ ચારેય તિહાડ જેલમાં બંધ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર