નિર્ભયા મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ આર.ભાનુમતી બેભાન થયા, ચેમ્બરમાં લઈ જવાયા

News18 Gujarati
Updated: February 14, 2020, 4:37 PM IST
નિર્ભયા મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ આર.ભાનુમતી બેભાન થયા, ચેમ્બરમાં લઈ જવાયા
આર. ભાનુમતી

નિર્ભયા ગેંગરેપ કેસના દોષી વિનય શર્માએ રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી ફગાવી દેવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

  • Share this:
નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ કેસ (Nirbhaya Gangrape)માં શુક્રવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સુનાવણી દરમિયાન જસ્ટિસ આર. ભાનુમતિ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક ચેમ્બરમાં લઈ જવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેમની તપાસ કરી હતી. આ ઘટના બાદ નિર્ભયા કેસની સુનાવણી સ્થગિત કરી દેવામાં આવી છે.

સુનાવણી દરમિયાન શું થયું?

હકીકતમાં, નિર્ભયા ગેંગરેપ કેસના દોષી વિનય શર્માએ રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી ફગાવી દેવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તેમની અરજી પર સુનાવણી થઈ હતી અને કોર્ટે અરજી રદ કરી નાખી હતી. નિર્ણય લખવામાં આવી રહ્યો હતો ત્યારે જ જસ્ટિસ ભાનુમતિ બેભાન થઈ ગયા હતા. જોકે, થોડા સમયમાં તેઓ ભાનમાં આવી ગયા હતા. જે બાદમા જસ્ટિસ ભાનુમતિને ચેમ્બરમાં લાવવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેમને તાવ છે.

સૉલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે નિર્ભયા કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ ભાનુમતિએ દવા પણ લીધી હતી, પરંતુ સુનાવણી દરમિયાન તેમને તકલીફ પડી રહી હતી.

વિનય શર્માની અરજી રદ

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ગુરુવારે નિર્ભયાકાંડના ચારેય દોષિતોમાંથી એક વિનય શર્માની અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જેમાં રાષ્ટ્રપતિ દ્વારા તેની અરજી ફગાવી દેવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. આજે કોર્ટે નિર્ણય સંભળાવતા વિનયની અરજી રદ કરી નાખી હતી. વિનયે પોતાની અરજીમાં માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. જોકે, કોર્ટે તમામ દલીલો રદ કરતા કહ્યું કે દોષીની માનસિક હાલત બિલકુલ સારી છે.
નિર્ભયા સાથે શું થયું હતું?

નોંધનીય છે કે 16મી ડિસેમ્બર, 2012ના રોજ 23 વર્ષની એક પેરામેડિક સ્ટુડન્ટ પોતાના એક મિત્ર સાથે દક્ષિણ દુલ્હીના મુનિરકા વિસ્તારમાં બસ સ્ટોપ પર ઉભી હતી. બંને ફિલ્મ જોઈને જાહેર પરિવહનની બસની રાહ જોતા હતા. આ દરમિયાન બંને ત્યાંથી પસાર થઈ રહેલી એક ખાનગી બસમાં બેઠા હતા. બસમાં એક સગીર સહિત છ લોકોએ યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું અને તેની સાથે બર્બરતાની તમામ હદો પાર કરી નાખી હતી. જે બાદમાં પીડિતાને ચાલુ બસમાંથી નીચે ફેંકી દેવામાં આવી હતી.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલી યુવતીને સારવાર માટે એરલિફ્ટ કરીને સિંગાપોર લઈ જવામાં આવી હતી. જ્યાં 29મી ડિસેમ્બરના રોજ હૉસ્પિટલમાં તેણીનું મોત થઈ ગયું હતું. ઘટના બાદ પીડિતાને કાલ્પનિક નામ નિર્ભયા આપવામાં આવ્યું હતું.
First published: February 14, 2020
વધુ વાંચો
अगली ख़बर