નિર્ભયા કેસ : દોષિતોના પરિજનોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે ઈચ્છામૃત્યુની મંજૂરી માંગી

News18 Gujarati
Updated: March 16, 2020, 2:05 PM IST
નિર્ભયા કેસ : દોષિતોના પરિજનોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે ઈચ્છામૃત્યુની મંજૂરી માંગી
'અમારા સમગ્ર પરિવારને ઈચ્છામૃત્યુ આપવામાં આવશે તો નિર્ભયા જેવી બીજી ઘટના રોકી શકાશે'

'અમારા સમગ્ર પરિવારને ઈચ્છામૃત્યુ આપવામાં આવશે તો નિર્ભયા જેવી બીજી ઘટના રોકી શકાશે'

  • Share this:
નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ (Nirbhaya Gangrape) મામલામાં હવે નવો વળાંક આવ્યો છે. ફાંસીની સજા પામેલા ચારેય દોષિતોના પરિજનોએ હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind)ને પત્ર લખીને ઈચ્છામૃત્યુ (Euthanasia)ની અનુમતી માંગી છે. ઈચ્છામૃત્યુ માંગનારા લોકોમાં દોષિતોના વૃદ્ધ માતા-પિતા, ભાઈ-બહેન અને તેમના બાળકો સામેલ છે.

નિર્ભયાના દોષિતોના પરિજનોએ હિન્દીમાં રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં કહ્યું છે કે અમે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીડિતાના માતા-પિતાને વિનંતી કરીએ છીએ અમારા અનુરાધોને સ્વીકાર કરે અને અમને ઈચ્છામૃત્યુની મંજૂરી આપે. તેઓએ કહ્યું કે અમને ઈચ્છામૃત્યુ આપવાથી ભવિષ્યમાં થનારા કોઈ પણ અપરાધને રોકી શકાય છે. તેઓએ કહ્યું કે જો અમારા સમગ્ર પરિવારને ઈચ્છામૃત્યુ આપવામાં આવે છે તો નિર્ભયા જેવી બીજી ઘટના રોકી શકાય છે.

દોષિતોના પરિજનોએ કહ્યું છે કે, એવું કોઈ પાપ નથી, જેને માફ ન કરી શકાય. તેઓએ કહ્યું કે પહેલા જ દેશના મહાપાપીઓને માફ કરવામાં આવી રહ્યા છે. બદલાની પરિભાષા શક્તિ નથી. ક્ષમા કરવું જ સૌથી મોટી શક્તિનું ઉદાહરણ છે. ઉલ્લેખનીય છે કે, નિર્ભયાના તમામ દોષિતો વિનય શર્મા, અક્ષય સિંહ ઠાકુર, પવન ગુપ્તા અને મુકેશને 20 માર્ચ સવારે સાડા પાંચ વાગ્યે ફાંસી આપવાની છે.

આ પણ વાંચો, પાલનપુર : યુવક-યુવતીએ સ્કૂલ કેમ્પસમાં કરી આત્મહત્યા, પ્રેમ સંબંધ કારણભૂત

રાષ્ટ્રપતિ તમામ દોષિતોની અરજી ફગાવી ચૂક્યા છે

નિર્ભયાના ચારેય દોષિતોને પોતાની ફાંસીની સજા માફ કરવા માટે દયા અરજી રાષ્ટ્રપતિની પાસે મોકલી હતી, જેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ફગાવી ચૂક્યા છે. જોકે દોષી અક્ષયસિંહ ઠાકુરે નવી દયા અરજી દાખલ કરી છે, જેમાં તેણે કહ્યું છે કે રાષ્ટ્રપતિએ જે જૂની દયા અરજી દાખલ કરી હતી તેમાં તમામ વિગતોનો ઉલ્લેખ નહોતો.આ પણ વાંચો, ઈશાંતની લવ સ્ટોરી : પ્રતિમા આ કારણે ઈર્ષ્યા કરતી હતી, 6 વર્ષ બાદ કર્યા લગ્ન
First published: March 16, 2020, 1:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading