નિર્ભયા કેસ : ચારેય દોષિતોની ફાંસી ત્રીજી વખત ટળી, પવન ગુપ્તાએ દયા અરજી દાખલ કરી

News18 Gujarati
Updated: March 2, 2020, 5:41 PM IST
નિર્ભયા કેસ : ચારેય દોષિતોની ફાંસી ત્રીજી વખત ટળી, પવન ગુપ્તાએ દયા અરજી દાખલ કરી
નિર્ભયા કેસના દોષિતો.

Nirbhaya Gang Rape: દોષી પવન ગુપ્તા તરફથી કોર્ટમાં જણાવવામાં આવ્યું કે તેણે રાષ્ટ્રપતિને દયા અરજી કરી છે, તેને ફાંસી આપી શકાય નહીં.

  • Share this:
નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ (Nirbhaya Gangrape) અને હત્યા કેસમાં ચારેય દોષિતોને કાલે એટલે કે ત્રીજી માર્ચના રોજ સવારે થનારી ફાંસીની સજા  ત્રીજી વખત ટળી છે. નિર્ભયાના દોષી પવન ગુપ્તાની અરજી પર પટિયાલા હાઉસ કોર્ટમાં (Patiala House Court) સોમવારે સુનાવણી થઈ હતી. દોષી પવન ગુપ્તાના વકીલે કોર્ટને રાષ્ટ્રપતિ પાસે દયા અરજી દાખલ કરવાની જાણકારી આપી હતી. જે બાદમાં કોર્ટે વકીલ એ.પી.સિંહને કહ્યું કે તમે આગ સાથે રમી રહ્યા છો. તમે દર કામ અંતિમ સમયે જ કેમ કરો છો. રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી દાખલ કરવામાં આવ્યા બાદ કોર્ટે  સજા પર ત્રીજી વખત સ્ટે મૂક્યો છે.

જ્યારે તિહાડ જેલ તંત્ર તરફથી પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરીને કોર્ટને જણાવવામાં આવ્યું છે કે દોષી પવન ગુપ્તાએ રાષ્ટ્રપતિ પાસે દયા અરજી દાખલ કરી છે. આ પહેલા કોર્ટમાં પવનના વકીલ એ.પી. સિંહે કહ્યું હતું કે પૂર્વ જસ્ટિસ કાત્ઝુએ તેમને ઇ-મેલ પર જવાબ આપ્યો છે કે તેઓ દોષિતોની ફાંસીની સજા માફ કરવા માટે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. પવનની અરજી બાદ એ સવાલ ઉઠ્યો છે કે શું નિર્ભયાના દોષિતોને ત્રીજી માર્ચના રોજ ફાંસીએ લટકાવવામાં આવશે કે નહીં?

બીજી તરફ નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે દોષી અક્ષયની અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે અક્ષયના વકીલે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરીને ત્રીજી માર્ચને રોજ ફાંસી રોકવાની માંગણી કરી હતી. અક્ષયના વકીલ તરફથી સલાહ આપવામાં આવી હતી કે તેની પાસે રાષ્ટ્રપતિ સમક્ષ દાખલ દયા અરજી અંગે પુરતા દસ્તાવેજો નથી, જે કારણે તેની અરજી રદ થઈ ગઈ છે. આથી બીજી વખત અરજી દાખલ કરવાનો સમય આપવામાં આવે અને ફાંસીને રોકી દેવામાં આવે.

તમામ કાયદાકીય વિકલ્પ ખતમ

નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસમાં તમામ દોષિતો પાસે તમામ કાયદાકીય વિકલ્પો પૂર્ણ થઈ ગયા છે. આથી ત્રીજી માર્ચના રોજ સવારે તમામ દોષિતોને ફાંસી આપવાનો રસ્તો સાફ થઈ ગયો છે. પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતો સામે ત્રીજી માર્ચનું ડેથ વૉરંટ કાઢ્યું છે. જોકે પુવન ગુપ્તા પાસે એકમાત્ર દયા અરજીનો વિકલ્પ બાકી રહ્યો હતો. તેણે રાષ્ટ્રપતિને દયા અરજી કરતા હવે ચોથી વખત ફાંસીની સજા ટળી છે.

ક્યૂરેટિવ પિટિશન રદ 

ફાંસીનો સજાનો સામનો કરી રહેલા ચારેય દોષિતોમાંથી પવન કુમારની ક્યૂરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ મામલે સોમવારે બંધ બારણે સુનાવણી થઈ હતી. આ અરજીની સુનાવણી પાંચ જજોની બેંચે કરી હતી. જેમાં જસ્ટિસ એન વી રમણ, જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ આર એફ નરીમાન, જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ અશોક ભૂષણનો સમાવેશ થાય છે.
First published: March 2, 2020, 5:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading