નિર્ભયા ગેંગરેપ : દોષિતોની શું છે અંતિમ ઈચ્છા? છેલ્લીવાર કોને મળવા માંગે છે?

નિર્ભયા ગેંગરેપ : દોષિતોની શું છે અંતિમ ઈચ્છા? છેલ્લીવાર કોને મળવા માંગે છે?
ફાંસીના ડરથી ચાર દોષિતો પૈકી એકે ખાવા-પીવાનું છોડી દીધું, ચારેય દોષિતો માટે 32 સિક્યુરિટી ગાર્ડ તૈનાત

ફાંસીના ડરથી ચાર દોષિતો પૈકી એકે ખાવા-પીવાનું છોડી દીધું, ચારેય દોષિતો માટે 32 સિક્યુરિટી ગાર્ડ તૈનાત

 • Share this:
  નવી દિલ્હી : એક તરફ નિર્ભયા (Nirbhaya)ના દોષી કોર્ટમાં પોતાની ફાંસીની સજાને વધુ લંબાવવા માટે અનેક પ્રકારના કાયદાકિય રસ્તાઓ અપનાવી રહ્યા છે તો બીજી તરફ તિહાડ જેલ પ્રાશસન (Tihar Jail Administration)એ પોતાની કાર્યવાહી આગળ વધારી રહી છે. તે હેઠળ જ તિહાડ જેલે દોષિતોને તેમની અંતિમ ઈચ્છા પૂછી છે. જેલ પ્રશાસને દોષિતોને નોટિસ આપીને પૂછ્યું છે કે 1 ફેબ્રુઆરીએ નિયત કરવામાં આવેલી ફાંસી પહેલા તેઓ છેલ્લીવાર કોને મળવા માંગો છો? જેલ પ્રશાસને પૂછ્યું છે કે તેમના નામે કોઈ પ્રોપર્ટી છે તો શું તેઓ તેને કોઈના નામે ટ્રાન્સફર કરવા માંગે છે, કોઈ ધાર્મિક પુસ્તક વાંચવા માંગો છો કે કોઈ ધર્મગુરુને બોલાવવા માંગો છો? જો તેઓ ઈચ્છે તો આ ઈચ્છાઓને 1 ફેબ્રુઆરી પહેલા પૂરી કરી શકે છે.

  ફાંસીના ડરથી ખાવા-પીવાનું છોડી દીધું  નવભારત ટાઇમ્સના અહેવાલ મુજબ, ચાર દોષિતો પૈકી એકે પોતાની જિંદગી ખતમ થવાના ડરથી ખાવાનું છોડી દીધું છે, જ્યારે બીજાએ પણ ખાવાનું ઓછું કરી દીધું છે. જેલ સૂત્રોએ જણાવ્યું કે ચારેયમાંથી એક વિનયે બે દિવસો સુધી ખાવાનું નહોતું ખાધું પરંતુ બુધવારે તેને ખાવા માટે વારંવાર કહેવામાં આવયું તો થોડું ભોજન લીધું. બીજી તરફ, દોષી પવન જેલમાં રહીને ખાવાનું બહુ ઓછું કરી દીધું છે. મુકેશ અને અક્ષય પર હાલ ઓછું દાવા કે ખાવાનું છોડી દેવા જેવી કોઈ અસર જોવા નથી મળી. મુકેશની પાસે ફાંસીને ટાળવા માટે પોતાના બચાવમાં જેટલા પણ કાયદાકિય રસ્તા હતા તે તમામ અજમાવી ચૂક્યો છે. તેની દયા અરજીને પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ફગાવી ચૂક્યા છે.

  ચારેય દોષિતો માટે 32 સિક્યુરિટી ગાર્ડ

  જેલ સૂત્રોએ જણાવ્યું કે, ચારેય દોષિતોને તિહાડની જેલ નંબર-3માં અલગ-અલગ સૅલમાં રાખવામાં આવ્યા છે. દરેક દોષીના સૅલની બહાર બે સિક્યુરિટી ગાર્ડ તૈનાત રખાયા છે. તેમાંથી એક હિન્દી અને એક અંગ્રેજી જ્ઞાન ન રાખનારા તમિલનાડુ સ્પેશલ પોલીસનો જવાન અને એક તિહાડ જેલ પ્રશાસનનો હોય છે. દર બે કલાકમાં આ ગાર્ડને આરામ આપવામાં આવે છે. શિફ્ટ બદલાતાં બીજા ગાર્ડ તૈનાત કરવામાં આવે છે. દરેક કૈદી માટે 24 કલાક માટે 8-8 સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. એટલે કે ચારેય કેદીઓ માટે કુલ 32 સિક્યુરિટી ગાર્ડ.

  1 ફેબ્રુઆરીને આપવાની છે ફાંસી

  ચારેયને ફાંસી પ લટકાવવાની નવી તારીખ 1 ફેબ્રુઆરી સવારે 6 વાગ્યાની નક્કી કરવામાં આવી છે. જો આ દરમિયાન મુકેશ ઉપરાંત અન્ય ત્રણમાંથી કોઈ એકે દયા અરજી કરી તો આ મામલો ફરી થોડા દિવસ માટે આગળ વધી શકે છે. એવામાં કાયદાના જાણકારોનું કહેવું છે કે ફરીથી ફાંસી માટે સંભવત: એક નવી તારીખ આપવામાં આવશે. ચાર દિવસમાં તેમને ફાંસી પર લટકાવવા માટે વધુ એક ટ્રાયલ લેવામાં આવશે.

  આ પણ વાંચો, નિર્ભયા ગેંગરેપ : ઈન્દિરા જયસિંહની અપીલ પર ભડકી કંગના રનૌટ, કહ્યું- આવી મહિલાની કોખથી જન્મે છે બળાત્કારી
  First published:January 23, 2020, 08:55 am

  टॉप स्टोरीज