નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલા (Nirbahya Gangrape Case) ના ચારેય દોષિતો મુકેશ સિંહ (32), પવન ગુપ્તા (25), વિનય શર્મા (26) અને અક્ષય કુમાર સિંહ (31) ને શુક્રવાર સવારે સાડા પાંચ વાગ્યે ફાંસી આપવામાં આવી. દિલ્હી સ્થિત તિહાડ જેલમાં દોષિતોને ફાંસી આપવામાં આવી. મળતી માહિતી મુજબ તિહાડ જેલના ડીજી સંદીપ ગોહિલની દેખરેખમાં ફાંસી આપવામાં આવી. મળતી જાણકારી મુજબ ચારેય દોષિતોને ફાંસી પહેલા કંઈ ખાધું નહીં અને સ્નાન પણ ન કર્યું. ચારેય દોષિતોને પ્વન જલ્લાદે ફાંસી આપી. ચારેય દોષિતોના મોતની ઓફિશિયલ પુષ્ટિ તિહાડ જેલમાં હાજર ડૉક્ટરોએ કરી દીધી છે.
ફાંસી આપવા દરિમયાન તિહાડમાં જેલ અને અન્ય અધિકારી ઉપસ્થિત રહ્યા. દોષિતોને 15 લોકોની ટીમની દેખરેખમાં ફાંસી આપવામાં આવી. મળતી જાણકારી મુજબ, ફાંસી આપ્યા બાદ અડધા કલાક સુધી તેમને ફાંસીના માંચડે જ લટકાવી રાખવામાં આવ્યા. ત્યાર બાદ દોષિતોનો પેસ્ટમોર્ટમ દીનદયાળ ઉપાધ્યાય હૉસ્પિટલમાં થશે.
દોષિતોને ફાંસી આપ્યા બાદ નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે, અંતે તેમને ફાંસી પ્ર લટકાવી દેવામાં આવ્યા. આજનો દિવસ અમારી દીકરીઓના નામે, અમારી મહિલાઓના નામે કારણ કે આજના દિવસે નિર્ભયાને ન્યાય મળ્યો છે. હું ન્યાયતંત્ર, રાષ્ટ્રપતિ, કોર્ટ અને સરકારોનો આભાર વ્યક્ત કરું છું. આશા દેવીએ વધુમાં કહ્યું કે, આ મામલા બાદ કાયદાની ખામીઓ પણ બહાર આવી. તેમ છતાંય આપણું ન્યાયતંત્ર પર આપણો વિશ્વાસ બરકરાર છે. મળતી માહિતી મુજબ, ફાંસી આપનારા પવન જલ્લાદને 60,000 રૂપિયા આપવામાં આવશે.
મીડિયા સાથેની વાતચીતમાં આશા દેવીએ કહ્યું કે ચારેય દોષિતોને ફાંસી અપરાધીઓ માટે મોટો પાઠ છે. તેઓએ કહ્યું કે સુપ્રીમ કોર્ટથી પરત ફરતાં જ મેં મારી દીકરીની તસવીરને ગળે લગાવી. તેઓએ કહ્યું કે હું મારી દીકરીને બચાવી ન શકી, મને તેનું દુઃખ છે. એક માતા તરીકે મારો ધર્મ આજે પૂરો થયો. આશા દેવીએ કહ્યું કે કોઈની દીકરીની સાથે અન્યાય થયો હોય તો તેનો સાથ આપવો જોઈએ.
બીજી તરફ, નિર્ભયાના પિતાએ કહ્યું કે, આજનો દિવસ માત્ર નિર્ભયાનો નહીં પરંતુ દરેક મહિલા, દીકરીનો દિવસ છે. આજના દિવસની વ્યાખ્યા જ ન કરી શકાય.
આ અગાઉ, દોષિતોને સ્નાન કરવા અને પ્રાર્થના કરવા માટે કહેવામાં આવ્યું પરંતુ તેઓએ ઇન્કાર કરી દીધો. સવારે 5 વાગ્યે દોષિતોને કાળા કપડા પહેરાવવામાં આવ્યા. તેમની મેડિકલ તપાસ કરવામાં આવી.
બુધવારે નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલામાં દોષિતોને અંતિમ સમયની યુક્તિ અજમાવી પણ તેમને રાહત ન મળી. દિલ્હી હાઈકોર્ટ બાદ ચારેયમાંથી એક દોષી પવને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા પણ તેમાં તેમને સફળતા ન મળી.