નિર્ભયા ગેંગરેપ (Nirbhaya Gangrape and murder) અને મર્ડરનાં કેસમાં ચારેવ દોષીઓમાંથી કોઇએ પણ હજી પોતાની અંતિમ ઇચ્છા જણાવી નથી. આ દોષીઓને 20 માર્ચનાં રોજ ફાંસી થશે. તિહાડ જેલનાં (Tihad jail) સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે, તિહાડ જેલ ચાર દોષીની ફાંસી માટે એકદમ તૈયાર છે.
મંગળવારે સાંજે ફાંસી આપનાર જલ્લાદ પવન (Pavan) તિહાડ જેલ પહોંચશે. પહેલા ચાર ડમીને ફાંસી આપવામાં આવશે. 18 કે 19 માર્ચનાં રોજ આ દોષીઓની મેડિકલ તપાસ કરવામાં આવશે. દોષીઓને તેમની છેલ્લી ઇચ્છા કે તેમની સંપત્તિ કોઇના નામ કરવી છે કે નહીં આ અંગે પણ પૂછવામાં આવ્યું પરંતુ તે અંગે પણ તેમણે કોઇ જવાબ આપ્યો નહીં.
અક્ષય સિવાય ત્રણેવને પોતાના ઘરવાળા સાથે મુલાકાત કરાવી છે. આ લોકોને જેલ નંબર 3માં કંડમ સેલમાં અલગ અલગ રાખવામાં આવ્યાં છે. તેમની પર ચોવીસ કલાક નજર રાખવામાં આવી રહી છે. તેમના વ્યવહારનો અભ્યાસ થઇ રહ્યો છે.
જ્યારે બીજી તરફ ચાર દોષીમાંથી ત્રણ જણે હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવીને પોતાની ફાંસીની સજાને રોકવાનો અનુરોધ કર્યો છે. તેમણે આરોપ લગાવતા જણાવ્યું છે કે, અમને દોષપૂર્ણ તપાસ દ્વારા દોષી બનાવવામાં આવ્યાં છે. દોષીનાં વકીલ એ.પી.સિંહે દાખલ કરેલી અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, ચાર દોષીઓ વિનય શર્મા, પવનકુમાર ગુપ્તા, અક્ષય સિંહ અને મુકેશ સિંહએ અત્યાર સુધી પોતાના કાનૂની ઉપાયોનો ઉપયોગ નથી કર્યો.
અરજીમાં આરોપ લગાવ્યો છે કે, નિર્ભયા મામલામાં દોષીઓએ તપાસ દરમિયાન ઘણીવાર પોલીગ્રાફ, લાઇ ડિટેક્ટ અને બ્રેઇન મેપિંગ કરવાનો અનુરોધ કર્યો હતો. પરંતુ આ બધાને કોઇપણ તર્ક આપ્યા વગર ખારીજ કરી દેવામાં આવ્યાં છે. અરજીમાં આઈસીજેએ અનુરોધ કર્યો છે કે, આ મામલાનાં એકમાત્ર ચશ્મદીદ, પીડિતાનાં મિત્રની ગવાહી જૂઠી હોવાની સંભાવનાઓની તત્કાળ તપાસ કરે.