મીડિયા અહેવાલો અનુસાર મુંબઈ સ્થિત પ્રિવેન્શન મની લૉન્ડ્રિંગ કોર્ટે EDને પરવાનગી આપી છે. કોર્ટે નીરવની પત્ની અમી મોદી વિરુદ્ધ પણ બિનજામીનપાત્ર વૉરન્ટ જાહેર કર્યુ છે.
ન્યૂઝ 18 ગુજરાતી: સરકારી બેન્ક પંજાબ નેશનલ બૅન્કમાં રૂપિયા 13 હજાર કરોડના ગોટાળાને અંજામ આપનાર હીરાના વેપારી નીરવ મોદીની લંડનમાં ધરપકડ થઈ છે. નીરવ મોદીની ધરપકડ બાદ ભારતમાં તેમની સંપતિ વેચવામાં આવશે.મીડિયા અહેવાલો મુજબ, મુંબઈની પ્રિવેન્શન મની લૉન્ડ્રિંગ કોર્ટે EDને પરવાનગી આપી છે. કોર્ટે નીરવની પત્ની અમી મોદી વિરુદ્ધ પણ બિનજામીનપાત્ર વૉરન્ટ જાહેર કર્યુ છે.
પત્ની વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરન્ટ - ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ, નીરવ મોદીની 173 કિંમતી પેઇન્ટિંગ્સ અને 11 લક્ઝરી કારને વેચવાની મંજૂરી આપી છે.
નીરવ મોદીની વૈભવી 11 ગાડીઓની પણ હરાજી થશે.
- કોર્ટની પરવાનગી મળતા ઈડી હરાજીના માધ્યમથી આ સંપતિ વેચશે.
ED Sources: Enforcement Directorate gets permission from PMLA court in Mumbai to sell 173 paintings and auction 11 cars of Nirav Modi pic.twitter.com/HFqlzUbhCJ
- નીરવ મોદી અને તેમના મામા મેહુલ ચોક્સી સીબીઆઈના રડારમાં છે, અને ઈડીએ તેમની વિરદ્ધ કેસ દાખલ કરેલા છે. અત્યારસુધી બંનેની સંપતિ 7,765 કરોડ રૂપીયા કિંમતની જપ્ત કરવામાં આવી છે.
ઉલ્લેખની છે કે નીરવ મોદીએ મુંબઈમાં દરિયા કિનારે ગેરકાયદેસર બંગલો બનાવ્યો હતો જેને ઈડીએ વિસ્ફોટથી ઉડાવી દીધો છે. 30,000 સ્ક્વેરફીટના આ બંગલાની કિંમત 25 કરોડ રૂપિયા ગણાવાઈ છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર