Home /News /national-international /

ભારતને સોંપવા પર એક જ જેલમાં રહેશે માલ્યા અને નીરવ મોદી?

ભારતને સોંપવા પર એક જ જેલમાં રહેશે માલ્યા અને નીરવ મોદી?

જામીન અરજી પર સુનાવણી દરમિયાન જજે પૂછ્યું કે, નીરવ મોદીનું પ્રત્યર્પણ થઈ ગયું તો શું તે પણ વિજય માલ્યાની સાથે એક જ જેલમાં રહેશે?

જામીન અરજી પર સુનાવણી દરમિયાન જજે પૂછ્યું કે, નીરવ મોદીનું પ્રત્યર્પણ થઈ ગયું તો શું તે પણ વિજય માલ્યાની સાથે એક જ જેલમાં રહેશે?

    બ્રિટનમાં નીરવ મોદીની જામીન અરજી પર સુનાવણી દરમિયાન જજ એમા આર્બથનોટે એક એવો સવાલ કર્યો ત્યારબાદ કોર્ટમાં ઉપસ્થિત લોકોના ચહેરા પર સ્મિત આવી ગયું. મૂળે, જજ એમા આર્બથનોટે નીરવ મોદી તરફથી દાખલ કરવામાં આવેલી બીજી જામીન પિટિશન પર સુનાવણી દરમિયાન પૂછ્યું કે જો નીરવ મોદીનું પ્રત્યર્પણ થઈ ગયું તો શું તે પણ વિજય માલ્યાની સાથે એક જ જેલમાં રહેશે.

    ગયા વર્ષે ડિસેમ્બરમાં વિજય માલ્યાના પ્રત્યર્પણ મામલાની સુનાવણીના સંદર્ભમાં જજે નીરવ મોદીના મામલાની સુનાવણની શરૂઆતમાં જ કહ્યું કે તેમને લાગી રહ્યું છે કે પહેલાથી જ જોયેલું છે.

    જજે પૂછ્યું કે શું આપણે આ જાણીએ છીએ કે આ (મોદી) ભારતના કયા ભાગના નિવાસી છે. જજે એ જાણવાનો પ્રયાસ કર્યો કે મોદીને કઈ જેલમાં રાખવામાં આવશે. આ દરમિયાન ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસ (CPS) દ્વારા ભારત સરકાર તરફથી ચર્ચામાં કહેવામાં આવ્યું છે કે મોદીનું પ્રત્યર્પણ મુંબઈમાં થશે અને તે એ જ આર્થર જેલમાં જઈ શકે છે જે લિકર વેપારી માલ્યાન માટે તૈયાર કરવામાં આવી હતી.

    આ પણ વાંચો, નીરવ મોદીની જામીન અરજી કોર્ટે ફગાવી, 26 એપ્રિલે ફરી સુનાવણી

    તેની પર જજે હળવા અંદાજમાં કહ્યું કે આ પણ તેવો જ સેલ હોઈ શકે છે. માલ્યાના પ્રત્યર્પણ ટ્રાયલ દરમિયાન રજૂ કરેલા અગાઉના વીડિયોથી અમને ખબર છે કે ત્યાં 'સ્પેસ' છે.

    ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યા પણ બેંકોની લોન ન ચૂકવ્યા બાદ લંડન ભાગી ગયો હતો. લિકર વેપારી માલ્યા પર બેંકોના લગભગ 9400 કરોડ રૂપિયા બાકી છે. તેની વિરુદ્ધ 17 બેંકોના કન્સોર્શિયમે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. માલ્યા તરફથી કહેવામાં આવ્યું છે કે ફ્યૂઅલની કિંમત વધવા, વધુ ટેક્સ અને ખરાબ એન્જિનના કારણે તેમની કિંગફિશર એરલાઈન્સને 6,107 કરોડનું નુકસાન વેઠવું પડ્યું હતું. જોકે, તે હજુ લગભગ 1800 કરોડ રૂપિયાનો વિલફુલ ડિફોલ્ડર છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Nirav Modi, PNB scam, Vijay Mallya

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन